________________
“ઉપદેશ-૮” ૧. પાસિલ નામના શ્રદ્ધાળુ શ્રેષ્ઠ શ્રાવક વડે આરાસણમાં બનાવાયેલું, શ્રી ગુરુ દેવસૂરિ વડે પ્રતિષ્ઠા કરાયેલ મંદિર અનુક્રમે તીર્થ થયું. ૮૯૯.
૧. એક વખત મુનિચન્દ્રગુરુના શિષ્ય આ. ભ. દેવસૂરી મહારાજા ભૃગુપુરમાં (ભરૂચમાં) ચાતુર્માસ રહ્યા. ૮૯૭.
૨. એક વખત ચોરાસી પ્રમાણ ક્રૂર સર્પના કરંડિયાઓને ધારણ કરનાર કાન્હડ નામનો યોગી ત્યાં ગયો. ૮૯૮.
૩. આ (યોગી) બોલ્યો, હે આચાર્યોના ઈન્દ્ર ! મારી સાથે વિવાદ કરો નહિતર આ મોટા સિંહાસનનો ત્યાગ કરો. ૮૯૯.
૪. હવે આચાર્ય ભગવંતે જવાબ આપતા કહ્યું. અરે મૂર્ખ ! તારી સાથે વાદ કેવો ? શું સિંહનું કૂતરાની સાથે શું યુદ્ધ હોય ? ૯OO.
૫. હું સર્પની ક્રિીડાને જાણું છું. રાજકુલોમાં જાઉં છું. જેથી બધા કરતાં ઘણી વસ્તુ - આભરણ વગેરેને હું મેળવું છું. ૯૦૧.
''. આચાર્ય ભગવંતે પણ કહ્યું. હે યોગી ! અમને વાદની કોઈ પણ ઈચ્છા નથી. મુનિઓ તત્વના જાણકાર હોય અને જૈન મુનિઓ વિશેષથી જાણકાર હોય. ૯૦૨.
૭. તો પણ જો તમને કૌતુક (કુતૂહલ) હોય તો આપણા બંનેનો ચતુરંગી વાદ રાજાની સમક્ષ થાય. ખરેખર જીતવાની ઈચ્છાવાળાઓ વડે તે વાદ કરવા યોગ્ય છે. ૯૦૩.
૮. ત્યારબાદ તેની સાથે અને સર્વ શ્રી સંઘ સહિત રાજસભામાં પહોંચ્યા. (રાજ્યસભામાં ગયો) ત્યાં રાજા વડે પણ બહુમાન કરાયા. ૯૦૪.
ઉપદેશ સપ્તતિ ૧૨૦