________________
૨૦. અનુક્રમે ઉંચું, ત્રણ મંડપથી યુક્ત ગભારાવાળું, જુદા જુદા ચોકથી વ્યાપ્ત, ઘણા થાંભલાઓથી શોભતું - ૮૮૭.
૨૧. મદોન્મત હાથી વડે શોભતું, વિશાળ મેઘ મંડપ વડે દેદીપ્યમાન, સુંદર, તોરણોની શ્રેણીઓવાળું. ૮૮૮.
૨૨. ડાબી અને જમણી બાજુમાં પૂતલીના યુગલ વડે શોભતું સ્વર્ગના વિમાનની જેવું મંદિર કેટલાક દિવસો વડે કરાયું. ૮૮૯.
૨૩. આ પ્રમાણે એક પડખે જેવું મંદિર હતું, તેવું જ બાકીની ત્રણ દિશાઓમાં પણ કરાવવાની ઈચ્છાવાળો તે હતો. ૮૯૦.
૨૪. પરંતુ એટલામાં એક પુત્ર વડે આ (પા૨સ શ્રાવક) કદાગ્રહપૂર્વક પૂછાયો હે પિતાજી ! તમને આટલા ધનની પ્રાપ્તિ ક્યાંથી થાય છે. ૮૯૧.
૨૫. અત્યંત આગ્રહ હોવાથી શ્રેષ્ઠિ વડે પણ તે દેવતાઈ વચન કહેવાયું. ત્યારથી માંડીને એને ધનની પ્રાપ્તિનો ઉપાય ન થયો. (અર્થાત્ ધન પ્રાપ્ત થવાનું કાર્ય બંધ થઈ ગયું.) ૮૯૨.
૨૬. મંદિર તો તેટલું જ થયું. ત્યાર પછી ઘણા વિસ્મયને પમાડનાર પ્રતિષ્ઠાનો વિસ્તાર આરંભ કરાયો. ૮૯૩.
૨૭.શ્રી દેવસૂરિસ્વામીના પટ્ટકમલની શોભાવાળા શ્રી મુનિચંદ્રસૂરીએ અહીં વેદ૧૪,અભ્ર-૦,નેત્ર-૨, ક્ષિતિ-૧ ૧૨૦૪વર્ષે પ્રતિમા અને મંદિરની પ્રતિષ્ઠા કરી.૮૯૪.
૨૮. તે ઉંચું એવું મંદિર અનુક્રમે ફલવર્ધિ (ફલોધિ) નામે તીર્થ થયું. જ્યાં આજે પણ સંઘના શ્રદ્ધાલુ લોકો પોતાના કર્મરૂપી કાદવનું પ્રક્ષાલન કરે છે. ૮૯૫.
।। એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં સાતમો ઉપદેશ છે. II
ઉપદેશ સપ્તતિ ૧૧૯