________________
૧૧. ખરેખર અહીં અતિશયવાળી અરિહંત પરમાત્માની કોઈક પ્રતિમા હશે (થશે), એ પ્રમાણે વિચારીને તેઓએ જલ્દી ખોદાવ્યું. ૮૭૮.
૧૨. પૂર્વના પુણ્ય વડે ક્ષણ માત્રમાં ત્યાં અત્યંત શ્રેષ્ઠ કાંતિવાળી શ્રી પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા પ્રગટ થઈ. ૮૭૯.
૧૩. ખુશ થયેલ શ્રેષ્ઠીએ મહોત્સવપૂર્વક તે પ્રતિમાને નગરની અંદર લાવીને કોઈ ઘાસની કુટીરમાં સ્થાપન કરીને પૂજી. ૮૮૦.
૧૪. એક વખત પ્રતિમાના અધિષ્ઠાયક વ્યંતરદેવે શ્રેષ્ઠિપુંગવને સ્વપ્નમાં કહ્યું, તમે સ્વામીના મંદિરને બનાવો.” ૮૮૧.
k
૧૫. તેણે તેની આગળ કહ્યું, “ધનના અભાવથી હું કેવી રીતે કરાવું ?” વ્યંતરે પણ એને કહ્યું, “તું મારું આ વાક્ય સાંભળ.” ૮૮૨.
૧૬. લોકો વડે પ્રતિમાની આગળ અર્પણ કરાયેલા સર્વ અક્ષતો પણ રોજ સવારે મારા પ્રભાવથી સોનાના થશે. ૮૮૩,
૧૭. એ પ્રમાણે મંદિરને યોગ્ય તમારે ધન થશે એમાં સંશય નથી. પરંતુ તમારા વડે આ સંબંધ (વાત) કોઈને પણ ન જણાવાય. ૮૮૪.
૧૮. જો તું કહેશે તો ત્યારબાદ સુવર્ણની પ્રાપ્તિ નહીં જ થાય. એ પ્રમાણે કહીને દેવ અદૃશ્ય થયો. પારસ શ્રાવકે પણ એ પ્રમાણે કર્યું. ૮૮૫.
૧૯. શુભ દિવસે શિલ્પીઓ વડે મંદિરનો આરંભ કરાયો. ખરેખર બુદ્ધિશાળીઓ વડે ધર્મકાર્યમાં વિલંબ કરાતો નથી. ૮૮૬.
ઉપદેશ સપ્તતિ ૧૧૮