________________
૩. એક વખત આચાર્ય દેવસૂરિ ભગવંત મેડતા નામના નગરમાં ચાતુર્માસ રહ્યા. લોકમાં સુંદર ધર્મને વિસ્તાર છે. (પુણ્યની વૃદ્ધિ કરાવે છે.) ૮૭૦.
૪. વ્યાખ્યાન શ્રવણ જિનેશ્વર ભગવંતના દહેરાસરે (દર્શન કરવા) જવું, ગુરુવંદન પચ્ચખાણ કરવું, આગમની વાણી (જિનવાણી) ને ઘણા કાળ પર્યત ચિત્તમાં સ્થાપન કરવી. કલ્પસૂત્ર સાંભળવું. શક્તિ પ્રમાણે તપશ્ચર્યા કરવી, સવંત્સરી આરાધના વગેરે શ્રાવકના જન્મનું ફલ છે. એ પ્રમાણે હંમેશાં શ્રી આચાર્ય ભગવંતની પાસે શ્રાવકોએ ગ્રહણ કર્યું. ૮૭૧.
૫. હવે તે શ્રી આચાર્ય ભગવંત ચાતુર્માસ પછી માણેકલ્પની ઈચ્છાથી ફલોધિ નગરમાં ગયા. ૮૭૨.
૬. ત્યાં પારસ નામનો શ્રેષ્ઠ નિષ્ઠાવાળો શ્રાવક છે. જેના વડે વિશેષ પ્રકારે જૈન મતની પ્રસિદ્ધિ કરાઈ. ૮૭૩.
૭. આ (પારસ શ્રાવક) ત્રણે કાળ અરિહંત પરમાત્માની પૂજા, બે વાર પવિત્ર આવશ્યક ક્રિયા (પ્રતિક્રમણ) કરે છે અને ગુરુભગવંતના મુખરૂપી કમળમાંથી તત્ત્વોને સાંભળે છે પરંતુ દરિદ્ર છે. અહો ! ભાગ્યની વિધિને ધિક્કાર હો. ૮૭૪.
૮. એક દિવસ બહાર ભૂમિએ ગયેલ ઉત્તમ શ્રાવક પારસે નહિં કરમાયેલા પુષ્પોના સમૂહ વડે સુશોભિત ઢેફાના ઢગલાને જોયો. ૮૭૫.
૯. તેવા પ્રકારના તે આશ્ચર્યને જોઈને ચિત્તમાં આશ્ચર્ય પામેલ તેણે (પારસે) ગુરુની પાસે આવીને તે વૃત્તાંતને કહ્યો. ૮૭૬.
૧૦. હવે ગુરુ ભગવંત પણ તેના મુખથી આ સ્વરૂપને જાણીને તે શ્રેષ્ઠિની સાથે તે સ્થાને આવ્યા. ૮૭૭.
ઉપદેશ સપ્તતિ ૧૧૭