________________
“ઉપદેશ-૭” ૧. અહીં નિર્માણ કરેલું દહેરાસર અનુક્રમે તીર્થ થાય. જેમ સુશ્રાવક પારસ વડે પ્રવર્તાવેલ શ્રી ફલોધિ તીર્થ આજે પણ પ્રસિધ્ધ છે. ૮૧પ.
૧. વિક્રમ સંવત-૧૧૭૪ વર્ષે આચાર્યના ઘણા ગુણોની સંપત્તિવાળા આચાર્ય દેવસૂરીશ્વરજી મહારાજા થયા. ૮૬૭.
૨. જેમણે ચોરાશી પ્રમાણ પ્રવાદીઓને જીત્યા. તે કુમુદચન્દ્રવાદી પણ જેઓ વડે (આચાર્ય ભગવંત વડે) સહજતાથી જીતાયો. ૮૬૭.
અને તેઓ (ચોરાશી) આ પ્રમાણે છે -
૩. આઠ (૮) બ્રાહ્મણ, નવ (૯) બુદ્ધ, અઢાર (૧૮) ભૃગુ ઋષિસંબંધી (ભાર્ગવ) - જીત્યા. સોળ (૧૦) શૈવ (શિવ સંબંધી લિંગની માન્યતાવાળા) દસ (૧૦) ભટ્ટ, સાત (૭) ગન્ધર્વ - જીત્યા. સાત (૭) દિગમ્બર, ચાર (૪) ક્ષત્રિય, બે (૨) જ્યોતિષ. એક (૧) ધીવર (માછીમાર), એક (૧) ભીલ, એક (૧) નૃત્ય કરનાર - એમ ચોરાશી (૮૪) જીત્યા. તે સર્વને જીતનાર આ કુમુદચન્દ્ર પણ
જ્યારે અણહિલપુરમાં આવ્યા ત્યારે વડેગચ્છના તિલકસમાન સ્વામી આચાર્ય ભ. દેવસૂરિએ કુમુદચન્દ્રનો મદ ઉતાર્યો. ૮૬૮.
- તેનો આડમ્બર આ પ્રમાણે છે -
૧. ૪ જોડ નિશાન ઠંકા, હષારવ કરતા ૫૮૫ ઘોડાઓ, ૧૧૦૦ સુભટો, ૨૮૬ શિષ્યો, ૪૦૦ બળદો, ૫૭૨ નોકરો (કર્મચારીઓ), ૨૫00000 (પચીસ લાખ) સુંદર દ્રમ્મ, ૭૨૦0000 (બહોંત્તેર લાખ) દ્વિતીય પ્રકારના દ્રમ્મ, (સૌનાના-ચાંદીના અથવા તાંબાના અથવા બીજા કોઈ પણ ધાતુમાંથી બનેલ ચલણી નાણું “દ્રમ” નામનું એ કાળમાં બે પ્રકારનું હશે. જેમ અત્યારે કાગળના અને ધાતુના એમ બે પ્રકારના રૂપિયા આવે છે તેમ), ત્યાર પછી ચામર છત્રવાજિંત્ર બિરૂદ પોકારનારાઓથી પરિવરેલા સુખાસન (પાલખી) રૂપી વાહન ઉપર (લિઓ) બેઠેલો નગ્ન (કુમુદચન્દ્ર) વડગચ્છના તિલકસમા દેવસૂરિ પ્રભુ વડે (વલિ) ફરીથી નગ્ન (આબરૂ વગરનો) કરાયો. ૮૯૯.
ઉપદેશ સપ્તતિ ૧૧૬