________________
૧૫. વેષને (સાધુવેષને) આપ ગ્રહણ કરો. હું જાઉં છું. હું તમારો પણ શિષ્ય નથી. એ પ્રમાણે કહીને સાધુવેષનો ત્યાગ કરેલ એ મુઠ્ઠી બાંધીને ત્યાંથી દોડ્યો. ૪૫.
૧૬. તે ખેડૂતની તેવા પ્રકારની ચેષ્ટાને જોવાથી સર્વે પણ ઈન્દ્ર વગેરે હસે છે. અહો ! ઈન્દ્રભૂતિ વડે શ્રેષ્ઠ શિષ્ય ઉપાર્જન કરાયો. ૪૬.
૧૭. કંઈક લજ્જિત મનવાળા ગૌતમસ્વામીએ વીર પરમાત્માને પૂછ્યું. તે સ્વામિનું! આ શું કરાયું ? તેના રહસ્યને વિગતવાર સમજાવીને કહો. ૪૭.
૧૮. (વીર પરમાત્માએ કહ્યું) હે વત્સ ! અરિહંતના ગુણોનું ચિંતન કરવાથી એના (ખેડૂત) વડે ગ્રંથિભેદ કરાયો. આવા પ્રકારનો તને લાભ થયો. આ ખેડૂતને મારા પર જે દ્વેષ છે તેનું કારણ તું સાંભળ. ૪૮.
૧૯. પહેલા પોતનક ગામમાં પ્રજાપતિ રાજાનો પુત્ર હું ત્રિપૃષ્ઠ વાસુદેવ એ પ્રમાણે પ્રખ્યાત હતો. ૪૯.
૨૦. ત્યારે અશ્વગ્રીવ મહારાજા પ્રતિવાસુદેવ હતા. એક વખત જ્યોતિષીએ ક, ત્રિપૃષ્ઠના હાથથી તેનું મૃત્યુ છે (થશે). ૫૦.
* ૨૧. ત્યારે ત્રિપૃષ્ઠની ઉપર આ અશ્વગ્રીવ મહારાજા ઘણા દ્વેષને વહન કરતો તેને (ત્રિપૃષ્ઠ વાસુદેવને) મારવા માટે ઘણા ઉપાયોને કર્યા, પરંતુ તે ઉપાયો નિષ્ફળ થયા. ૫૧..
૨૨. તેના શાલિક્ષેત્ર (જ્યાં ચોખાનો પાક વધારે થાય એવું ક્ષેત્રો માં એક વખત અત્યંત બલવાન એવો કોઈ એક સિંહ ઉપદ્રવને કરે છે. તેને હણવા માટે કોઈ પણ સમર્થ નથી. પર.
૨૩. મુખ્ય રાજાની આજ્ઞા વડે સામાન્ય રાજાઓ વારાફરતી તે (શાલિક્ષેત્ર)નું રક્ષણ કરે છે. એક વખત પ્રજાપતિ રાજાનો વારો હતો. પ૩.
ઉપદેશ સપ્તતિ
૮