________________
૩૬. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનની નવી મૂર્તિ સ્થાપન કરાઈ. જે આજે પણ આ લોક અને પરલોકના ફલને પ્રાપ્ત કરવાના અર્થી એવા લોકો વડે પૂજાય છે. ૮૬૦.
૩૭. પ્રાચીન પ્રતિમા તેની ડાબી બાજુએ સ્થાપન કરાઈ. જેની મૂર્તિની) નમસ્કાર-ધ્વજા-પૂજા વિગેરે પહેલા કરાય છે. ૮૬૧.
૩૮. હમણા આ પ્રતિમા જુની હોવાથી પાર્શ્વનાથ દાદાના નામે ઓળખાય છે. પ્રાયઃ કરીને આની જુની પ્રતિમાની) જ આગળ મુંડન વિગેરે કાર્ય કરાય છે. ૮૧૨.
૩૯. ધાંધલની પરંપરામાં આ સીહડ નામનો પુજારી ફરીથી ચૌદમો થયો છે. એ પ્રમાણે ઈતિહાસને વૃદ્ધ પુરુષો (આપ્ત પુરૂષો) કહે છે. ૮૬૩.
૪૦. મારા વડે જે પ્રમાણે સંભળાયો તે પ્રમાણે આ જીરાવલાનો ઈતિહાસ કરાયો. હૃદયમાં મધ્યસ્થભાવને ધારણ કરી તે બહુશ્રુતો વડે ધારણ કરવા યોગ્ય છે. ૮૬૪.
. . એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારનો છઠ્ઠો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ ૧૧૫