________________
“ઉપદેશ-૬” ૧. શ્રી જીરિકાપલ્લી (જીરાવલા) નામની નગરીમાં સ્ત્રીના કંઠસ્થલમાં જે હારની તુલનાને ધારણ કરે છે તે શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને પ્રણામ કરીને જે પ્રમાણે તે તીર્થ સંબંધી કથા સાંભળી છે તે પ્રકાશિત કરાય છે. ૮૨૪.
૧. પહેલા ૧૧૦૯ ની સાલમાં ઘણા જૈનો અને શિવના સુંદર દહેરાસરવાળા બ્રહ્મણ નામના મોટા નગરમાં (ગામમાં) - ૮૨૫.
૨. ઘણો ધનવાન ધાંધલ નામનો શ્રેષ્ઠ શ્રાવક હતો. ત્યાં સ્મરણ શક્તિ નાશ. પામેલ એક વૃદ્ધા સ્ત્રી રહેતી હતી. ૮૨૯.
૩. સેહિલી નદીની પાસે દેવત્રી પર્વતની ગુફામાં તેની એક ગાય હંમેશાં દૂધને ઝરે છે. ૮૨૭. * .
૪. સંધ્યાના સમયે ઘરમાં આવેલી તે ગાય થોડું પણ દૂધ આપતી નથી. કેટલાક દિવસો પછી પરંપરાથી તેણી (વૃદ્ધા સ્ત્રી) વડે તે (દૂધ ઝરે છે) સ્થાન જણાયું. ૦૨૮.
પ. તેણીએ ધાંધલ વિગેરે મુખ્ય પુરુષોને તે વૃત્તાંત કહ્યો. તેઓએ પણ ખાતરીપૂર્વક તે સ્થાનને મનમાં એ પ્રમાણે વિચાર્યું. ૮૨૯.
' . પવિત્ર થઈને તે વ્યાપારીઓ રાત્રિમાં એકઠા થઈને નવકારમંત્રનું સ્મરણ કરીને તે પુણ્યસ્થાનમાં સૂતા. ૮૩૦.
૭. નીલા ઘોડા ઉપર આરૂઢ થયેલા સારા રૂપવાળા કોઈક માણસે તેઓની આગળ સ્વપ્નમાં આ પ્રમાણે પવિત્ર વચન કહ્યા. ૮૩૧.
૮. જ્યાં તે ગાય દૂધને ઝરે છે ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સારી રીતે - સ્થિત છે. હું તેનો અધિષ્ઠાયક દેવ છું. ૮૩ર.
ઉપદેશ સપ્તતિ ૧૧૧