________________
૯. ઉલ્લેઠવાદી એવા તેઓએ પણ આ પ્રમાણે કહ્યું - તમારા વડે જેટલી ભૂમિ દ્રમો વડે (ધન વડે) પૂરવા માટે (ખરીદવા માટે) શક્ય છે તેટલી ગ્રહણ કરો. બીજી નહીં. ૭૯૫.
૧૦. તે પણ અંગીકાર કરીને એણે (તેજપાલે) ધન વડે પૃથ્વીને પૂરવા માટે આરંભ કર્યો. ધીર પુરુષોની લક્ષ્મી શુભ કાર્યને માટે હોય છે. ૭૯ક.
૧૧. ત્યાર બાદ (ધાન્યના) કણોની જેમ દ્રમોને (ધાતુ વિશેષના નાણા સ્વરૂપ ધનને) ફેલાવતા તેના વડે દ્રમ્મોના છત્રીશ મૂટકાઓ ત્યાં ક્ષણમાત્રમાં પ્રસારાયા. ૭૯૭.
૧૨. અહીં વીસલપ્રિય રાજાના નાણાને આશ્રયીને બાસઠ લાખ વીસ હજાર આસો પ્રમાણ દ્રમ્મો (સિક્કા) થાય. ૭૯૮.
૧૩. હવે તેઓએ પણ કહ્યું. હે મંત્રી ! અહીંથી આગળની ભૂમિ ગ્રહણ ના કરાય. કારણ કે ધનવાન એવો તું તો વિલંબ કર્યા વિના આખા પર્વતને ગ્રહણ કરી. શકે. ૭૯૯. : ૧૪. ભવિષ્યમાં કંઈક હિતકારી થશે. જે કારણથી આ પૃથ્વી દ્રમથી ખરીદાયેલ હોવાથી પ્રાસાદમાં આજે પણ કોઈ કર દેખાતો નથી. ૮00.
- ૧૫. આ વિચારણા કરીને જ પહેલા મંત્રિપુંગવે કર્યું. નહિતર દહેરાસર કરને (ભરવાવાળું થાય. ૮૦૧.
૧૬. એ પ્રમાણે ભૂમિને ગ્રહણ કરીને આ (મંત્રી) શ્રીમદ્ આરાસણ ગામમાં ગયા. ત્યાં દહેરાસર માટે ઘણા પત્થરોને કઢાવ્યા. ૮૦૨.
૧૭. ત્યારબાદ જેટલા ક્ષેત્રોમાં આ અર્બુદગિરિ છે તેટલી (ક્ષેત્રમાં) સર્વ વસ્તુઓ સારી રીતે પ્રાપ્ત થાય તે માટે દરેક ગાઉએ ગાઉ ગામમાં આદરથી દુકાનો કરાવી. ૮૦૩.
ઉપદેશ સપ્તતિ ૧૦૭