________________
કએ પ્રમાણે દાવાનળ રૂપી અગ્નિ વડે બળી ગયેલા (પણ) તેમના વચન રૂપી અમૃત વડેસિંચાયેલા વૃક્ષની જેમ (વૃક્ષ અગ્નિ વડે બળી ગયા પછી ફરીથી પાણી વડે સિંચન કરવામાં આવે તો વૃદ્ધિને પામે છે. તેમ) સારી રીતે ઉલ્લાસ પામતી એવી પ્રીતિવાળો (ખેડૂત) થયો અને ગૌતમ ગણધરને કહ્યું. ૩૬.
૭. હું અત્યંત નિર્ધન ગરીબ બ્રાહ્મણ છું. અહીં નજીકના ગામમાં રહું છું. મારે પ્રત્યક્ષ પાપની શ્રેણીઓની જેવી સાત કન્યાઓ છે. ૩૭.
૮. વજરૂપી અગ્નિસમાન મારી પત્ની છે. તેનાથી દઝાયેલો (કંટાળી ગયેલો) હું શું કરું? દુઃખે કરીને પૂરાય એવા પેટને પૂરવા માટે મૂઢ પ્રાણીઓ વડે શું ન કરાય? (અર્થાત્ જે પાપકાર્ય વગેરે કરવું પડે તે કરે.) ૩૮.
૯. હવેથી તમે જ મારા શ્રેષ્ઠ ભાઈ, માતા અથવા પિતા છો. આપ જે આદેશ કરશો તે હું કરીશ. આપના વચનને નિષ્ફળ નહીં કરું. ૩૯.
૧૦. ત્યારબાદ (ગૌતમ ગણધર વડે તે ખેડૂતને) સાધુવેષ અપાયો. તે ખેડૂતે પણ ત્યારે સાધુવેષને સ્વીકાર્યો. ત્યારબાદ હર્ષપૂર્વક તે ખેડૂતને સાથે લઈને ગૌતમ ગણધર જિનેશ્વર તરફ (મહાવીર પરમાત્મા જ્યાં વિચરે છે.) ત્યાં ચાલ્યા. ૪૦. - ૧૧. તેણે (ખેડૂતે)કહ્યું તમે ક્યાં જાઓ છો ? (ગૌતમ ગણધર ભગવંતે કહ્યું.)
જ્યાં મારા ગુરુ ભગવંત છે (ત્યાં જઈએ છીએ.) (ખેડૂત બોલ્યો) આપ જેવા પૂજ્યોના ગુરુઓના) પણ જે પૂજ્ય (ગુરુ) છે તે કેવા પ્રકારના હશે ? ૪૧.
મરતે ખેડૂતની આગળ અરિહંત પરમાત્માના ગુણો કહેવાયા (સાંભળતાં). - વિશેષ પ્રકારે પરમાત્માની સમૃદ્ધિના અવલોકનથી ખેડૂત વડે સમ્યક્ત પ્રાપ્ત
કરાયું. ૪૨. ' - ૧૩ જેટલામાં અનુક્રમે પર્ષદાથી યુક્ત શ્રી વીર પરમાત્માને જુએ છે, તેટલામાં તે ખેડૂતના હૃદયમાં અતિભયંકર દ્વેષ પેદા થયો. ૪૩.
- ૧૪. ગૌતમસ્વામીએ કહ્યું. શ્રી જિનેશ્વર ભગવંતને તું વંદન કર. તે ખેડૂતે પણ તેમને (ગૌતમસ્વામીને) કહ્યું કે, જો આ તમારા ગુરુ હોય તો મારે કોઈ પ્રયોજન નથી. ૪૪.
ઉપદેશ સપ્તતિ
૭