________________
૨૭. એ પ્રમાણે કરતે છતે ભયભીત થયેલ તે અમ્બિકા દેવીના વચનો વડ ઉપશાંતિને ભજનારો અને સમ્યક્ત્વ પામીને ત્યાં જ ક્ષેત્રપાલ દેવ થયો. ૭૭૯.
૨૮. ત્યારબાદ મનોરથોપૂર્વક દહેરાસર પૂર્ણતાને પામ્યું. મંત્રી વડે અહીં (દહેરાસરના કાર્યમાં) આઠ કરોડ સોનામહોરોનો વ્યય કરાયો. ૭૮૦.
૨૯. ત્યાં શ્રી મંત્રીએ એક હજાર અઠ્યાસી વર્ષે શ્રી આદિનાથ પરમાત્માની સુવર્ણની પ્રતિમા સ્થાપન કરી. ૭૮૧.
૩૦. ત્યારબાદ શ્રી ભીમદેવ રાજાએ પણ બહુમાનપૂર્વક વિમલમંત્રીને સાંત્વના આપી. પુણ્યવડે શું અસાધ્ય હોય છે ? (અર્થાત્ બધું સિદ્ધ થાય છે.) ૭૮૨.
૩૧. ત્યાં તેના ભાઈ વાહિલે મંડપ વગેરે કરાવ્યા અને શ્રેષ્ઠ વ્યાપારીઓ વડે દેવકુલિકા વગેરે કરાવાઈ. ૭૮૩.
આ પ્રમાણે દહેરાસર સંપૂર્ણ થયે છતે કોઈ પણ ચારણ વડે કહેવાયું.
માંડવો (અન્નવિશેષ) અને મરકી - મૌન અગ્યારસે ઘણે સ્થળે પ્રભાવના માટે થતુ મિષ્ઠાન્ન) ની રતિ કરો, માંસને ગ્રહણ કરવાનું છોડી દો, વિમલે તલવાર ખેંચેલી છે. વાલિનાથ નામનો નાગરાજ ડરીને નાશી ગયો છે. ૭૮૪.
૧. હે ભવ્યપ્રાણીઓ ! એ પ્રમાણે પોતાના ધનના પ્રમાણથી જિનેશ્વરોના દહેરાસરોના નિર્માણ કરાવવા યોગ્ય છે જેમ તમારો શાશ્વત યશ જગતના મોખરે ક્રીડા કરે. ૭૮૫.
॥ એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના બીજા અધિકારમાં ચોથો ઉપદેશ છે. II
ઉપદેશ સપ્તતિ ૧૦૫