________________
૧૮. ત્યાં જ શ્રી આદિનાથ પરમાત્માની વિશાળ પ્રતિમા સ્થાપન કરાયેલી છે. તેને (તે પ્રતિમાને) જોઈને તેઓ વડે (લક્ષ્મીદેવીને પૂજનારાઓ વડે) નિષેધ નહીં કરાય. ૭૭૦.
૧૯. કેટલાક લોકો પણ પ્રતિમાને (માટે એ પ્રમાણે) કહે છે. આ પ્રતિમા) પહેલા ત્યાં જ હતી. કેટલાક (લોકો) દેવી વડે આ પ્રતિમા) લવાયેલી છે એ પ્રમાણે બહુશ્રુતો કહે છે. ૭૭૧.
૨૦. તે વિવાદ ભંગ (નાશ-પૂર્ણ) થયે છતે અર્બુદગિરિ પર ચૈત્ય કરાય છે પરંતુ દિવસે થયેલ કાર્ય રાત્રિમાં વિનાશ પામે છે. ૭૭૨.
૨૧. એ પ્રમાણે છ માસ વ્યતીત થયા. ત્યાર બાદ ચિંતાવાળા વિમલમંત્રીએ ઉપાસના વડે ફરીથી અમ્બિકાદેવીને પ્રત્યક્ષ કરી. ૭૭૩.
૨૨. અમ્બિકાદેવીએ કહ્યું. હે મંત્રી ! આ પર્વતની નીચે અત્યંત અભિમાની વાલિનાહ નામે નાગરાજ છે. ૭૭૪.
. ૨૩. મિથ્યાત્વ વડે દૂષિત હોવાથી તે જિનેશ્વરના દહેરાસરને સહન કરી શકતો નથી. તેથી સાવધાનીપૂર્વક હમણાં તેની આરાધનાના ઉપાયને સાંભળ. ૭૭૫. - ૨૪. ત્રણ ઉપવાસ સહિત (અઠ્ઠમ તપ કરીને) પૂજાના ભેંટણીને લઈને સંધ્યાકાળે ધ્યાન ધરીને હું વાલીનાહને બોલાવ. ૭૭૬.
'ર. જો આ નૈવેદ્યને માગે તો આપવા યોગ્ય છે. જો મદિરા વિગેરે માગે તો તલવારને ઉપાડીને બીવડાવજે. ૭૭૭.
રક. ત્યાં તલવારમાં અવતરેલી હું તારા ઈચ્છિતને કરીશ. એ પ્રમાણે કહીને દેવી ગઈ. મંત્રીએ પણ એ પ્રમાણે કર્યું. ૭૭૮.
ઉપદેશ સપ્તતિ ૧૦૪