________________
૯. જેણે લીલા માત્ર વડે નાટકની સમૂહની સાથે બાર કબીરને જીતીને તેઓની પાસેથી તેટલા જ છત્રો ગ્રહણ કર્યા. ૭૬૧.
૧૦. જેના કટકમાં (સૈન્યમાં) ધાન્યના વ્યયની સંખ્યા સારી રીતે મેળવાતી નથી. પરંતુ પ્રત્યેક પ્રયાણકમાં ત્રણે ગુણીયા સાત - એકવીશ લાખ વ્યય થાય છે. ૭૬૨.
૧૧. તીર્થની સ્થાપના અને સંતાનની અત્યંત સ્પૃહાવાળા વિમલમંત્રીએ તે અવસરે ભક્તિપૂર્વક આંબાદેવીની આરાધના કરી. ૭૬૩.
૧૨. ત્યારબાદ પ્રત્યક્ષ થયેલી તે દેવીએ તે મંત્રીને કહ્યું. તને બેની પ્રાપ્તિ નથી. તને જે રૂચે તે બોલ. ૭૬૪.
૧૩. સત્ત્વશાળીઓમાં અગ્રેસર બુદ્ધિમાન એવા તેણે (મંત્રીએ) સંતાન એ પાપનો હેતુ હોવાથી તેમાં અનાદર કરીને દહેરાસરની પ્રાર્થના કરી. ૭૬૫.
૧૪. દ્રવ્યથી યુક્ત તે ભૂમિને જણાવીને દેવી અદ્રશ્ય થઈ. મંત્રીએ પણ દહેરાસરનું આરંભ-સમારંભ કાર્ય કર્યું. ૭૬૬.
૧૫. હવે અર્બુદિગરના (આબુના) શિખર પર દહેરાસરનું કાર્ય કરાતે છતે લક્ષ્મીદેવીને પૂજનારાઓએ દહેરાસરની અનુમતિ ન આપી. ૭૬૭.
૧૬. ખરેખર પહેલા પણ અહીં શ્રી જિનેશ્વર પરમાત્માનું દહેરાસર હતું નહીં તો હમણાં પણ શ્રી જિનેન્દ્રનું દહેરાસર શી રીતે થાય ? ૭૬૮.
૧૭. મંત્રીએ ફરીથી અમ્બિકાદેવીનું સ્મરણ કરીને તેની આગળ તે વૃત્તાંતને કહ્યું. તેણીએ (દેવીએ) પણ કહ્યું. મારા વડે તમને જે કહેવાયેલી છે તે ભૂમિ દ્રવ્યથી યુક્ત છે. ૭૬૯.
ઉપદેશ સપ્તતિ ૧૦૩