________________
૨૧. એ પ્રમાણે વિચારીને ૫.પૂ.યશચન્દ્રગણિની સાથે પ.પૂ.આ.હેમસૂરી ભ. તેને (દેવીને બોલાવવા માટે કાર્યોત્સર્ગ કર્યો. ૭૪૩.
૨૨. સેન્ચવા દેવી જીભને ખેંચીને તેઓને બીવડાવે છે. પ.પૂ.યશચન્દ્ર ગણિએ ત્યાં સાંબેલાના પ્રહારો કર્યા. ૭૪૪.
૨૩. પહેલો પ્રહાર કરતે છતે પ્રાસાદમાં મોટો પ્રકંપ થયો. વળી પ્રાણનો વાત કરનાર બીજો પ્રહાર કેટલામાં કરે છે. ૭૪પ.
૨૪. તેટલામાં તે સૈન્ધવા દેવીએ સામે જઈને ગુરુ ભગવંતના ચરણોમાં વિનંતિ કરી. હે ભગવાન!વજનાધા સમાન પ્રહારો વડે મારી રક્ષા કરો - રક્ષા કરો. ૭૪૬.
૨૫. ગુરુ વડે તાડન કરાયેલી - ભય પામેલી આ (દેવી) તેઓને ખમાવીને પોતાના સ્થાને ગઈ. મંત્રી પણ રોગ રહિત થયો. ૭૪૭.
૨૩. શ્રેષ્ઠ ગુરુ ભગવંતે એ પ્રમાણે મંત્રીપુંગવને નિરોગી કરીને મુનિસુવ્રતસ્વામીના દહેરાસરમાં જઈને એ પ્રમાણે સ્તુતિ કરી. ૭૪૮. * ૧. સંસાર સાગરને તરી જવા માટે પુલ જેવા, મોક્ષસ્થાન ભણી પ્રસ્થાન કરવા
માટે દીવાના અંકુરા જેવા, જગતને માટે ટેકો લેવાની લાકડી જેવા, પરમતના - અજ્ઞાનને માટે કેતુના ઉદય જેવા,
- અથવા અમારા મનરૂપી હાથી માટે મજબૂત આલાન સ્તંભની અસાધારણ કોટીની લીલાને ધારણ કરનારા શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરણોના નખકિરણો અમારું રક્ષણ કરો. ૭૪૯.
" ર૭. મંત્રી વડે સન્માન કરાયેલ આચાર્ય ભગવંત નગરમાં આવ્યા. મંત્રી પણ ઘણા કાળ સુધી ધર્મના પ્રભાવથી સુખી થયો. ૭૫૦. - ૨૮. હે ભવ્ય પ્રાણીઓ ! એ પ્રમાણે મનોહર ગુણોની શ્રેણીવાળા, પ્રભાવના કરનાર શ્રેષ્ઠ શ્રાવકોની કથાને સાંભળીને શ્રી જિનેશ્વર પરમાત્માના મંદિર વિગેરે ક્ષેત્રોમાં ધનને વાવો. ૭૫૧.
|| એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં ત્રીજો ઉપદેશ છે. .
ઉપદેશ સપ્તતિ ૧૦૧