________________
ફરીથી તેના વિશેષદાનને કહે છે -
૧. બત્રીસ લાખ દ્રમ્પ વડે બનાવેલ એવા ભરૂચના દહેરાસરમાં રહેલા મુનિસુવ્રતસ્વામીની આગળ મંગલદીપકને કરતા. શ્રેષ્ઠ દેવ મનુષ્યની પંક્તિઓ વડે સ્તુતિ કરાતા.
ત્રણ જગતના અધિપતિના સદ્ગણોને ગાતી વખતે જેણે યાચકવર્ગને આપ્યું છે, દાન અને શૂરવીરતામાં અગ્રેસર એવા તે શ્રીમાનું આમ્રદેવ જગતમાં જયવંતા વર્તો. ૭૩૯.
૨. હે અંબડદેવ ! સર્ષની જેમ માર્ગને નહીં પામેલ એવો તારો યશ પૃથ્વીરૂપી કરંડીયામાં રહેલ બ્રહ્માંડરૂપી સંપુટને વિષે કુંડાળાની જેમ રહીને ભ્રમણ કરે છે. ૭૩૭.
લાખોનું દાન -
૧૬. વિગેરે ધનના વિલાસ વડે તે કોને વખાણવા યોગ્ય ન થાય? અથવા કલ્પવૃક્ષની જેમ ઉદારતાથી કોણ પ્રખ્યાતિને યોગ્ય ન થાય ? ૭૩૮.
- ૧૭. એક વખત પ્રસાદમાં આનંદિત ચિત્ત વડે નૃત્ય કરતા મંત્રિરાજને દૂર - વ્યંતરી નિત દોષ થયો. ૭૩૯.
૧૮. તેના વડે સર્વ અંગે દૂષિત થયેલ મંત્રી હસતો ગાતો બોલતો રડતો અંતિમ દિશાને પામ્યો. ખરેખર કર્મનું વિચિત્રપણું છે. ૭૪૦.
૧૯. સમર્થ એવા પ.પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરે ભ. તે સ્વરૂપને ચોક્સાઈથી જાણીને ક્ષણવારમાં ત્યાં આવ્યા. અને તેવા પ્રકારની અવસ્થાવાળા તેને જોયો. ૭૪૧.
૨૦. અહીં ચોસઠ સંખ્યાવાળી યોગિનીઓ છે, તેમાં સૈન્ય નામની પ્રથમ વ્યંતરી છે. ખરેખર તેણીનું આ કાર્ય છે. ૭૪૨.
ઉપદેશ સપ્તતિ ૧૦૦