________________
૮. અરે આ મારી ભૂમિ છે. મને સંતોષ્યા વિના જે તારા વડે (ખોદવાનો) પ્રારંભ કરાવાયો. તેથી મારા વડે આ વિઘ્ન (અંતરાય) કરાયો. ૭૨૭.
૯. હવે તારા સત્ત્વથી હું ખુશ છું તેથી વરદાન માગ. મંત્રીએ કહ્યું. તો આ સર્વે નોકરો જીવો. ૭૨૮.
૧૦. તારા મનોરથો વડે એઓનું જીવિત ફરીથી થશે. (અર્થાત્ ફરીથી જીવશે.) એ પ્રમાણે કહીને દેવી ગઈ. મંત્રી પણ સ્વસ્થતાને પામ્યો. ૭૨૯.
૧૧. હવે ત્યાં વિઘ્ન ગયે છતે તે મંત્રી સર્વ મનોરથો પૂર્વક પ્રાસાદની પૂર્ણતાને પામ્યો. ૭૩૦.
૧૨. ત્યારબાદ પ્રતિષ્ઠાના કાર્ય માટે તેના વડે નિમંત્રિત કરાયેલ રાજા અને પ. પૂ.આચાર્ય ભ. હેમચન્દ્રસૂરી મ. ત્યાં આશ્રમમાં આવ્યા. ૭૩૧.
૧૩. ત્યાં વેપારીઓનો સમુદાય અનેકવાર આવ્યો. તેણે તેઓને પણ વસ્ત્ર* આભૂષણ વિગેરેથી પ્રસન્ન કર્યા. ૭૩૨.
૧૪. ત્યાં આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.વડે વિશેષતાપૂર્વક પ્રતિષ્ઠા કરાવાઈ. મંત્રીરાજે પણ યાચકવર્ગને ઘણું ધન આપવા વડે ખુશ કર્યા. ૭૩૩.
* ૧૫. આરતીના સમયે વાચકોને સર્વ અંગના આભૂષણોને પણ દાનમાં આપતા એવા તેની આચાર્યશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આ પ્રમાણે સ્તુતિ કરી. ૭૩૪.
૧. જ્યાં તમે નહોતા એવા કૃતયુગ (૧ લો યુગ) વડે શું? જ્યાં તમે છો તો . આ કલિ (યુગ) શું છે ? જો કલિયુગમાં આપનો જન્મ છે તો કલિયુગ થાઓ. કૃતયુગ વડે કરીને શું ? ૭૩પ.
ઉપદેશ સપ્તતિ ૯૯