________________
“ઉપદેશ-૩”
૧. હવે પોતાના પિતાના કલ્યાણને અર્થે (શ્રેયાર્થે) સમડીના ચૈત્યનું ફરીથી ઉદ્ધાર કરાવવાની ઈચ્છાવાળા આમ્રદેવ પણ ઘણા પરિવારની સાથે ભરૂચ નામના નગરમાં ગયા. ૭૧૯.
૨. જેના વડે ત્રેસઠ લાખ નાણા દ્વારા ગિરનાર પર્વતમાં પગથિયા કરાયા, તે ત્રણ ભુવનમાં વખાણવા લાયક છે. ૭૨૦.
૩. વિશાળ પરાક્રમ વડે જેણે મલ્લિકાર્જુન રાજેન્દ્રને જીતીને આઠ રત્ન વડે રાજાને ઘણી પ્રીતિવાળો કર્યો. ૭૨૧.
તે આઠ રત્નો આ છે
૧. શણગારમાં અગ્ર એવી સાડી, ૨. ઝેરને હરણ કરનાર છીપ ૩. સફેદ હાથી ૪. એકસો આઠ પાત્રો ૫. મોતીઓના બત્રીસ ઝુમકા, ૬. સો ઘડી પ્રમાણવાળો સોનાનો કળશ, ૭. અગ્નિમાં શુદ્ધ થયેલો સુવર્ણનો ઉત્તરપટ, ૮. મલ્લિકાર્જુન રાજાનું મસ્તક. ૭૨૨.
૪. હવે શ્રીમાન શકુનિકા માટે વિહારના આરંભ માટે બુદ્ધિશાળી એવા આમ્રદેવે નોફરો વડે ત્યાં ભૂમિને ખોદાવી. ૭૨૩.
૫. એક દિવસ ભૂમિની અધિષ્ઠાયિકા કોઈક વ્યંતરી દેવીએ ખાડો ખોદવામાં તત્પર માણસોને ૨૪ વડે ખાડામાં સ્થગિત કર્યા. ૭૨૪.
૬. અયોગ્ય આ વૃત્તાંતને જોઈને હૃદયમાં કરૂણાવાળા આમ્રદેવે પુત્ર અને પત્નીની સાથે મરણનો નિશ્ચય કર્યો. ૭૨૫.
૭. જેટલામાં મંત્રી ત્યાં જ ખાડામાં કુદકો મારે છે. તેટલામાં તેના સાહસથી · ખુશ થયેલ વ્યંતરી દેવીએ તેને કહ્યું. ૭૨૬.
ઉપદેશ સપ્તતિ
૯૮