________________
૨૫. ધાન્યોને માગીને પકાવવાને માટે કેટલામાં ઉદ્યમવાળા તેણે ભૂમિમાં ખાડો ખોદ્યો તેટલામાં નિધિ પ્રગટ થયો. ૭૧૦.
૨૬. સૂર્ય સમાન કાંતિવાળા હજારો સુવર્ણથી ભરેલ તે નિધાનને જોઈને આ ગરીબ પ્રફુલ્લિત નેત્રવાળો થયો. ૭૧૧.
૨૭. ખરેખર આ પ્રભાવ તીર્થનો છે પણ હીન એવા મારો નહીં. એ પ્રમાણે વિચાર કરીને ઉત્સુક એવા તેણે જઈને મંત્રીને તે ધનને સમર્પણ કર્યું. ૭૧૨.
૨૮. મંત્રીએ પણ કહ્યું, હે ભદ્ર ! તારા પર ખુશ થયેલ કપર્દિ યક્ષે (કવડજશે) આપ્યું. તેથી તમે ઈચ્છા પ્રમાણે આને ભોગવો અને સુખી થાઓ. ૭૧૩.
૨૯. સર્વથા ધનને નહિ ઈચ્છતો તે તે દુર્ગત (નિધાનની પ્રાપ્તિ થઈ અને તે મંત્રીને આપતો ગયો.) મંત્રીને સમર્પણ કરીને પોતાના આશ્રમમાં ગયો. એ પ્રમાણે પુણ્યના પ્રભાવથી ફરી-ફરીથી તેને થયું. ૭૧૪.
૩૦. ત્યારબાદ સાતમી વખતે મંત્રી વડે બલાત્કારથી (પરાણે) તેને અડધું ધન અપાયું. તે પણ સુખનું ભાજન થયો. ૭૧૫.
- ૩૧. અનુક્રમે તે પૂર્ણતાને પામ્યો અને મંત્રીનું દેરાસર પણ પૂર્ણતાને પામ્યું. વળી ત્યાં દ્રવ્યનું પ્રમાણ પૂર્વ પુરુષો એ પ્રમાણે કહે છે. ૭૧૯.
૨૨. ખરેખર વાલ્મટ મંત્રીરાજે ત્રણ કરોડમાં ત્રણ લાખે ઓછા એટલા ધનનો વ્યય કરીને જેમાં યુગાદિ જિનમંદિરનો ઉદ્ધાર કર્યો એવો આ શ્રીમાનું પુંડરિકગિરિ જય પામો. ૭૧૭.
- ૧૦. એ પ્રમાણે મંત્રીરાજ પોતાના પિતાએ સ્વીકારેલ તીર્થના જીર્ણોદ્ધાર કરીને
જિનેશ્વરના શાસનની પ્રભાવના કરતો શ્રી પાટણને પામીને શ્રેષ્ઠ શ્રાવક થયો.૭૧૮. એ છે એ પ્રમાણે ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં બીજો ઉપદેશ છે. એ
ઉપદેશ સપ્તતિ
૭