________________
૧૭. તેણે પણ વિચાર્યું. આ ધનવાનો પણ અમુક પ્રમાણમાં આપનાર છે. જે આ આવા પ્રકારના તીર્થમાં પોતાનું સર્વ ધન ખર્ચતા નથી. ૭૦૧.
૧૮. નાશ પામનાર, ભયના હેતુવાળા આ ધનવડે મારે શું ? તીર્થ કાર્યમાં આ પાંચ દ્રમ સફળ થાઓ. ૭૦૨.
૧૯. એ પ્રમાણે વિચારીને ઉત્કંઠા સહિત જઈને મંત્રીને નમસ્કાર કરીને અને પોતાની વાત જણાવીને તેને (મંત્રીને) તે ધન અર્પણ કર્યું. ૭૦૩.
૨૦. અહો ! સર્વધનને સમર્પણ કરતા આનું ઘણું સાહસ છે. ઘણું ધન હોતે છતે પણ પોતાના સર્વધનનો વ્યય કોણ કરે ?! ૭૦૪.
જે કારણથી -
૧. દરિદ્રનું દાન, ધનવાનોની શાંતિ, યુવાનોનું તપ, જ્ઞાનીનું મૌન, સુખીની ઈચ્છાનો નિરોધ અને પ્રાણીઓને વિષે દયા સ્વર્ગમાં લઈ જાય છે. ૭૦પ.
૨૧. એ પ્રમાણે વિચાર કરીને મંત્રીએ સઘળા વેપારીઓની મોખરે તેનું નામ સ્થાપન કર્યું. તેથી તે વેપારીઓ વિલખા થયા. ૭૦૬.
૨૨. મનના વિપરીતપણાને પામેલા એવા તેઓને મંત્રી પુંગવે કહ્યું - જેમ હીનપણાને પામવા છતાં પણ એણે પોતાનું સર્વ ધન સમર્પણ કર્યું. ૭૦૭.
'ર૩. હે બાંધવો ! જો તમારા વડે પણ એ પ્રમાણે પોતાનું સર્વ ધન અર્પણ કરાય તો તમારું પણ નામ અહીં મોખરે કરાય. ૭૦૮.
૨૪. એ પ્રમાણે કહે છતે તેઓએ (વેપારીઓએ) મૌન ધારણ કર્યું. આ ગરીબ પણ તે દિવસે તીર્થમાં ઉપવાસ કરીને પાલીતાણા ગામમાં ગયો. ૭૦૯.
ઉપદેશ સપ્તતિ ૯૬