________________
“ઉપદેશ-૨”
૧. હે ભવ્ય પ્રાણીઓ ! જો તમારી મોક્ષમાં જવાની ઈચ્છા હોય, તો એકમાત્ર સમ્યક્ત્વને સ્થિરતાપૂર્વક પોતાના અંતરમાં ધારણ કરો. અન્ય બાહ્ય ક્રિયાના આડંબર વડે કરીને શું?
આયુષ્યકર્મ સિવાય બીજા કર્મોની અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ હોતે છતે મોક્ષના વિષયમાં સાક્ષીભૂત જે (સમ્યક્ત) મેળવવા યોગ્ય છે તે (સમ્યક્ત)માં કેમ આદર ન કરે ? ૧૯.
૨. સર્વ સુખને જન્મ આપનાર સમ્યગ્દર્શન બળાત્કારથી પણ શ્રદ્ધાળુ માણસને અપાય છે. શ્રી વીર પરમાત્માએ શ્રી ગૌતમ ગણધર વડે શું ખેડૂતને વિષે તે ઉદ્યમ ન કરાવરાવ્યો ? ૩૦. * ૧. એક વખત કલ્પવૃક્ષ સમાન જંગમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માએ વિહાર કરતાં માર્ગમાં શ્રી ગૌતમ ગણધરને કહ્યું. ૩૧.
૨. હે વત્સ! જે આ નગર દેખાય છે તેમાં આ ખેડૂત ગરીબ છે. તેને તારાથી મહાન લાભ થશે. તેથી તે જલ્દીથી જા. ૩૨.
૩. તે વચનને તે પ્રમાણે સ્વીકારીને ગૌતમ ગણધર તે ગામમાં ગયા. ખેડૂતને બોલાવાયો. હે ભદ્ર ! તને સમાધિ વર્તે છે ? ૩૩.
૪. તું શા માટે પાપોને કરે છે અને ફોગટ હળને ખેડે છે ? બિચારા દુર્બલ એવા આ બન્ને બળદોને પીડા ન આપ. ૩૪.
" ૫. પાપી એવા કુટુંબના ભરણપોષણ માટે તું (તારા) આત્માને દુર્ગતિમાં શા માટે પાડે છે? તું તારૂપી નૌકાને ગ્રહણ કરીને સંસારરૂપી સમુદ્રને તરી જા. ૩૫.
ઉપદેશ સપ્તતિ
૬