________________
“ઉપદેશ-૨” ૧. જે પુસે પોતાના પિતાએ સ્વીકારેલ કાર્યનો નિર્વાહ કરે છે તેઓ જ ખરેખર પુત્રો છે. જેમાં મુખ્યમંત્રી ઉદયનના પુત્રો શ્રી વાગભટ્ટ અને આમ્રભટે કર્યું. ૧૮૩.
૧. મરુસ્થલ દેશથી દેવના આદેશથી કર્ણાવતી નગરીને પામીને ભાગ્ય જાગતે છતે પૂર્વે નહિ પ્રાપ્ત કરેલ મહાનિધિવાળો. ૬૮૪.
૨. શ્રી સિદ્ધરાજ વડે સર્વ મંત્રીઓમાં મુખ્યપણાને પામેલો, પુણ્યના કાર્ય કરવામાં સમર્થ એવો ઉદયન મંત્રી થયો. ૧૮૫.
૩. એક વખત ઉદયનમંત્રી તેના વડે (સિદ્ધરાજા વડે) સુંસુરરાજાને જીતવા માટે આદેશ કરાયો. સૌરાષ્ટ્ર દેશમાં જતો એવો તે (મંત્રી) શત્રુંજયગિરિને પામ્યો. ૧૮૬.
૪. ત્યાં પાંડવો વડે કાષ્ઠમય દહેરાસર કરાવાય છતે જિનપ્રતિમાઓને વંદના કરતા એવા તેણે ઉંદરે ગ્રહણ કરેલ દીપકની વાટને જોઈ. ૧૮૭.
* ૫. અહીં ‘અગ્નિનો ઉપદ્રવ ન થાઓ” એ માટે દહેરાસર કરવા માટે એણે ભૂમિ પર શયન કરવું, બ્રહ્મચર્ય વિગેરે અભિગ્રહોને ગ્રહણ કર્યા. ૧૮૮.
. ૩. ત્યારબાદ તે ગયો. ત્યાં ભયંકર યુદ્ધ થયે છતે પ્રહાર વડે જર્જરીભૂત થયેલ તેણે પોતાના સેવકોને કહ્યું. ૧૮૯.
૭. શત્રુંજયમાં, ભરૂચમાં તેમ જ ગિરનાર પર્વતમાં દહેરાસરના પગથિયાના વિષયવાળા એવા મારા મનોરથો હતા. ૧૯૦.
૮. વળી અસ્થિર જીવિતવાળો હું અંતિમ અવસ્થાને પામ્યો. હમણાં હું શું કરું? - અથવા અધિકારીઓ પરતંત્ર (બીજાને આધીન) હોય છે. ૯૯૧. '
ઉપદેશ સપ્તતિ ૯૪