________________
૮. હવે જયસિંહ રાજા પણ માલવાથી જલ્દી પાછો ફર્યો. ત્યાંના રાજાને જીતીને શ્રીં પ્રભાસપાટણમાં ગયો. ૭પ૬.
૯. ત્યાં શ્રી સોમનાથની પૂજા વગેરે ઉત્સવોને કરીને સૌરાષ્ટ્રના સર્વ અધિકારીઓને બોલાવ્યા. ૬૫૭.
૧૦. તેઓ આવ્યા પણ ત્યાં એક સજ્જન મંત્રી આવ્યો નહીં, તે સઘળો પણ વૃત્તાંત તેઓ વડે રાજાની આગળ જણાવાયો. ૬૫૮.
૧૧. તે વૃત્તાંતના શ્રવણથી ઉત્પન્ન થયેલ ઘણા ક્રોધ વડે દુર્ધર થયેલ રાજાએ સજ્જનને બોલાવવાને માટે પોતાના માણસોને મોકલ્યા. ૬૫૯.
૧૨. દહેરાસરની ઉત્પતિ થવાથી ખુશ થયેલ અને રાજાએ બોલાવવાથી ભય પામેલ હવે આ સજ્જન મંત્રીએ સર્વ વ્યાપારીઓને બોલાવ્યા. ૬૬૦.
૧૩.
તેણે કહ્યું - દહેરાસરથી ઉત્પન્ન થયેલ પુણ્યને તમે ગ્રહણ કરો અર્થાત્ હેરાસર સંભાળો અને દ્રવ્ય મને આપો, જેથી આદેશ પ્રમાણે હું રાજાને દંડ (કર) આપું: ૬૬૧.
૧૪. તેઓએ પણ વિભાગ કરીને તેટલું દ્રવ્ય તેને સમર્પણ કર્યું. હવે સ્વસ્થ થયેલ સજ્જન મંત્રી જલ્દીથી રાજાની પાસે ગયો. ૬૬૨.
૧૫. ક્રોધિત થયેલ રાજાએ કહ્યું - અરે ! દ્રમ્મો (નાણું વિશેષ) ક્યાં છે ? તેને જલ્દી લાવ. અરે દુષ્ટ ! અન્યથા તારું મસ્તક કાપી નાખીશ. ૬૬૩.
૧૬. ભય રહિત એવા તેણે પણ રાજાની પ્રતિ જણાવ્યું. મારા વડે એક કોશ પ્રમાણ ગિરનાર પર્વત ૫૨ દ્રવ્ય સ્થાપન કરાયેલું છે. ૬૬૪.
ઉપદેશ સપ્તતિ Co