________________
ઉપદેશ-૧”
૧. અત્યંત હર્ષવાળા કેટલાક લોકો પોતાના ધન વડે જિનમંદિરોનો પણ ઉદ્ધાર કરે છે. જેમ કૃતાર્થ કર્યું છે ધન જેણે એવા તે સજ્જને ગિરનાર પર્વત પર શ્રી નેમિનાથ ભગવાનના દહેરાસરનો ઉદ્ધાર કરાવ્યો. ૩૪૮.
૧. સૌરાષ્ટ્ર દેશમાં હંમેશાં શુભ મનોરથવાળો શ્રીમાળવંશી જામ્બાપુત્ર સજ્જન નામનો શ્રેષ્ઠી હતો. ૬૪૯.
૨. સિદ્ધરાજ વડે દંડનાયક (મંત્રી) પદમાં જોડાયો. ધર્મકાર્યમાં કુશલ તે વંથલી ગામમાં નિવાસ કરે છે. ઉપ૦.
૩. એક વખત સિદ્ધરાજા માલવાદેશમાં ગયો. ત્યાં એણે બાર વર્ષ પર્યત યુદ્ધ કર્યું. ઉ૫૧.
૪. તે વખતે ગિરનાર પર્વત પર પ્રાયઃ જીર્ણ એવો લાકડાનો બનાવેલ શ્રેષ્ઠ - દહેરાસર હતું. ઉપર.
- પ. પહેલા આ દિવાલય) રત્ન શ્રાવક વડે પાષાણમય કરાવાયો. બુદ્ધો વડે ફરીથી તીર્થની સ્થાપના કરીને કાષ્ઠમય કરાયો. ક૫૩.
( ૯. તેવા પ્રકારના ચૈત્યને જોઈને સજ્જન મંત્રીએ અંબિકાદેવીના આદેશથી બાર વર્ષ ધનની ઉઘરાણી વડે - ૬૫૪.
૭. ઉજ્જયન્ત પર્વતના શિખર પર શ્રેષ્ઠ દેવકુલિકા સહિત અને ઉંચા શિખરવાળું શ્રી નેમિનાથ પરમાત્માનું દહેરાસર કરાવ્યું. ૧૫૫.
ઉપદેશસતતિ