________________
૭. એ પ્રમાણે વિચાર કરીને શ્રેષ્ઠીએ પુત્રના હિતને માટે ઘરના દરવાજામાં જિનેશ્વર પરમાત્માની પ્રતિમાને કરાવરાવી. ખરેખર સજ્જન પુરુષો બીજાઓ પ્રત્યે વાત્સલ્યવાળા હોય છે. ૯૩૯.
૭. ઉદ્ધત એવો પણ આ પુત્ર જતા-આવતાં બલાત્કારથી પણ નીચે થઈને તે પ્રતિમાને પ્રણામ કરતો હતો. ઉ૪૦.
૮. હવે તેનો તે પુત્ર આયુષ્ય પૂર્ણ થયે મરીને સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થયો. ખેદની વાત છે કે પ્રમાદની આ રચના છે. ૬૪૧.
૯. ત્યાં પોતાના આચારમાં તત્પર સમુદ્રના પાણીમાં ભ્રમણ કરતો જિનેશ્વર પરમાત્માની આકૃતિવાળા મલ્યને જોઈને જાતિસ્મરણ જ્ઞાનવાળો થયો. ૬૪૨.
૧૦. ગોળ આકાર સિવાય સઘળાય આકારને ધારણ કરનારા મત્સ્યો મોટા સમુદ્રમાં વિદ્યમાન હોય છે. એ પ્રમાણે જિનેશ્વર પરમાત્માની વાણી છે. ઉ૪૩.
: ૧૧. ખરેખર મોહમાં વિમૂઢ એવા મારા વડે મનુષ્યભવ હરાયો. હવે તે મને ક્યાં પ્રાપ્ત થશે ? એ પ્રમાણે તેણે મનમાં પશ્ચાત્તાપને ધારણ કર્યો. ૬૪૪.
૧૨, આ તે જ પ્રતિમાનું ધ્યાન ધરતો, આહાર વગેરે ભોજનનો ત્યાગ કરીને અદ્ભુત વૈમાનિક દેવલોકને પામ્યો. ૯૪૫.
અન્ય ગ્રંથોમાં પણ કહેવાય છે -
૧. પિતાના આદેશના વશથી પણ આ મનુષ્યભવમાં તમે (હે પ્રભુ !) મારા વડે ન પૂજાયા (પરમાત્માની આરાધના ન કરી). તેથી મોટા અપરાધોને કરનાર હું ભવસાગરમાં પડેલો છું.
ઉપદેશસપ્તતિ ૮૭