________________
“ઉપદેશ-૨૪” ૧. જિનેશ્વર પરમાત્માને ભાવ વિના પણ કરેલ પ્રણામ ક્યારેય નિષ્ફળ જતો નથી. જે કારણથી શ્રેષ્ઠિવરનો માછલા રૂપે થયેલ તે ઉદ્ધત એવો દુષ્ટ પુત્ર પણ (માછલાના ભવમાં) જાતિ સ્મરણજ્ઞાનને પામ્યો. ૧૩૧.
૧. શ્રેષ્ઠ અને વિસ્તૃત વેપારીઓના ઘરોની શ્રેણીઓવાળું દેવલોકની ઉપમાવાળું એવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. ઉ૩૨.
૨. ત્યાં અત્યંત શ્રેષ્ઠ અનેક લક્ષ્મીના વિશ્રામના સ્થાનરૂપ, નામ અને કાર્ય વડે જિનદાસ એ પ્રમાણે શ્રેષ્ઠી પ્રસિદ્ધ છે. ઉ૩૩.
૩. તેને જુગારાદિના વ્યસનવાળો, વિદ્યારહિત, પશુ સમાન કુલમાં કિંપાક વૃક્ષ જેવો પુત્ર હતો. ૬૩૪. *
૪. તે ખરેખર ધર્મકાર્ય કર્યા વિના સમયને પસાર કરતો હતો. વળી ધર્મમાં એક મનવાળા શ્રેષ્ઠીએ એ પ્રમાણે વિચાર્યું. ૧૩પ.
પ. મારો પુત્ર થઈને આ દુર્ગતિમાં જશે. હું તેવા ઉપાયને કરું કે જેનાથી આ સદ્ગતિમાં જાય. ૯૩૭.
અને કહ્યું છે -
૧. જે ઘર - કુટુંબનો સ્વામી એવો સજ્જન, સમ્યકત્વનું આરોપણ કરે છે તેના વડે સઘળા વંશનો પણ ભવસમુદ્રથી ઉદ્ધાર થાય છે. ૯૩૭.
૨. જે ઘર - કુટુંબનો સ્વામી એવો સજ્જન મિથ્યાત્વનું આરોપણ કરે છે તેના વડે સઘળા વંશને પણ ભવસમુદ્રમાં ફેંકાય છે. ઉ૩૮.
ઉપદેશ સપ્તતિ ૮૬