________________
૮. સુગંધિત પાણીની વૃષ્ટિ, ઘણા વર્ણવાળા પુષ્પોની વૃષ્ટિ, નહિ વધતા એવા મસ્તક તથા દાઢી-મૂછના વાળ તથા નખ, ઓછામાં ઓછા ચારે નિકાયના કરોડો દેવતાઓ પોતાની પાસે રહેનારા હોય છે. ૨૩.
૯. દેવો વડે કરાયેલા આ ઓગણીશ અતિશયો ઋતુ અને ઈન્દ્રિયોના વિષયોને અનુકૂલ હોય છે. સર્વ મળી ચોત્રીસ અતિશયો હોય છે. ૨૪.
યોગ
૧૩. વળી જેમના પાંત્રીસ વાણીના અતિશયો શોભે છે અને જેમને આઠ અંગવાળો (યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિ=આઠ અંગ છે.) એકીપણાને પામ્યો છે. ૨૫.
૧૪. યથાર્થ સ્વરૂપે રહેલ વસ્તુઓની (અનેક અપેક્ષાઓ વડે સિદ્ધ કરવાની) વ્યવસ્થા કરવામાં તત્પર એવો જેઓનો અનેકાન્ત મત આજે પણ સિંહની જેમ વિદ્યમાન છે. ૨૬.
૧૫. અને લોકોમાં જે (તિજય પહુત્તમાં ૧૭૦ આંકડાનો યંત્ર આવે છે, તે જ રીતે ચોત્રીસ (૩૪) આંકડાનો પણ યંત્ર શાંતિ આદિ માટે સફલ બને છે.) ચોત્રીસી આદિના લેખનથી શાંતિકાર્ય વગેરે થઈ રહ્યા છે, એ મહિમા ખરેખર જિનેશ્વરના અતિશયોની તેટલી સંખ્યાના કારણે જાણવો. ૨૭.
૧૭. એ પ્રમાણે જે મનુષ્યો રોજ સવારે અતિશયોની સમૃદ્ધિનું સ્મરણ કરે છે. તેઓ કલ્યાણ વડે ઘણા સમૃદ્ધ થાઓ. ૨૮.
।। એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં શ્રી જિનેશ્વર પરમાત્માના અતિશયના સ્વરૂપવાળો માંગલિકરૂપ પ્રથમ ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ
૫