________________
૭. (આવા સમવસરણમાં) ભગવાન પૂર્વ દિશાથી પ્રવેશ કરીને પ્રદક્ષિણા આપીને પૂર્વ દિશાનાં આસન પર બેસે છે અને પાદપીઠ પર પગને સ્થાપન કરે છે. ત્યારે તીર્થને નમસ્કાર કરીને ધર્મદેશના આપે છે. ક૨૧.
૧૦. એ પ્રમાણે શ્રી વીર પરમાત્મા ધર્મદેશના આપતે છતે દેશના સાંભળવામાં ઉત્સુક મનવાળો ત્યાંનો રાજા પણ ત્યાં આવ્યો. કર૨.
૧૧. દુઃખી અવસ્થામાં રહેલી વૃદ્ધા સ્ત્રીએ ત્યારે જ મનોહર, સ્વાભાવિક એવી તે ધર્મદેશનાને પહેલેથી છેલ્લે સુધી સાંભળી. ક૨૩.
૧૨. તે વૃદ્ધ સ્ત્રીએ જિનેશ્વર પરમાત્માની અમૃતરૂપી વાણીને ખૂબ ધરાઈને પીને (સંપૂર્ણ સાંભળીને) તેવા પ્રકારના શરીરથી ઉત્પન્ન થયેલ કષ્ટને થોડું પણ ન અનુભવ્યું. (શરીરનું તેવા પ્રકારનું બધું કષ્ટ ભૂલી ગઈ.) કર૪. - જે કારણથી –
૧. જો આ જંગતમાં જિનેશ્વર પરમાત્મા પોતે દેશના દેતા હોય તો ઠંડી-ગરમી, ભૂખ-તરસ, થાક અને ભયને પણ નહિં ગણતો એવો શ્રોતા સઘળા આયુષ્યને પણ પૂરું ન કરી શકે છે. (અર્થાતુ આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી એકધાર્યું સાંભળ્યા જ કરે છે.) ક૨૫.
૧૩. નગોડ વિગેરેના પુષ્પો વડે પરમાત્માની પૂજા કરું એ પ્રમાણે વિચાર કરીને ચરણના અંગ્ર ભાગમાં ઠોકર ખાતી, જતી એવી તેણીએ પ્રાણોનો ત્યાગ કર્યો. (અર્થાતુ મરણ પામી.) .
૧૪. સૌધર્મ દેવલોકમાં દેવ થયો અને શ્રી વિરપરમાત્મા પાસે પોતાના સ્વરૂપને જાણીને તે દેવે નાટક કર્યું. ૧૨૭.
૧૫. તેના અત્યંત અદ્ભુત રૂપને જોઈને રાજાએ પૂછ્યું, હે પરમાત્મા સર્વ - દેવોથી પણ અધિક કાંતિવાળો આ (દેવ) કોણ છે ? ક૨૮.
ઉપદેશ સપ્તતિ ૮૪