________________
૮. તેટલામાં ચરણને મૂકવા વડે પૃથ્વીતલને પાવન કરતા ત્યાં ઉદ્યાનમાં શ્રી વિર પરમાત્મા સમવસર્યા. ૬૧૩.
૧૯. ક્ષણમાત્રમાં દેવોએ સમવસરણનો આરંભ કર્યો ભૂત ભવિષ્ય અને વર્તમાન તીર્થકરોની ખરેખર આ સ્થિતિ છે. ઉ૧૪.
તે પ્રમાણે કહ્યું છે કે –
૧. અત્યંતર-મધ્ય અને બહાર ત્રણ કિલ્લા વૈમાનિક, જ્યોતિષી અને ભવનપતિ દેવો વડે કરાયેલા મણિ, રત્ન, સુવર્ણના કાંગરા સહિત રત્ન-સોનું અને રૂપામય હોય છે. ૬૧૫.
૨. ગોળાકારે બત્રીશ અંગુલ, તેત્રીશ ધનુષ પહોળા, પાંચસો ધનુષ્ય ઉચા, એક કોષ-છસો ધનુષ આંતરાવાળા રત્નમય ચાર દ્વાર છે. ૬૧૬.
- ૩. કિલ્લા ચારે ખૂણામાં એક સો ધનુષ પહોળા હોય છે. પહેલા અને બીજા
કિલ્લાનું અંતર દોઢ કોષ છે. બીજા અને ત્રીજા કિલ્લા વચ્ચેનું અંતર એક કોષ છે : - બાકીનું બધું પૂર્વની જેમ છે, ઉ૧૭.
૪. એક હાથ પહોળા અને એક હાથ ઉંચા એવા દશ હજાર પગથિયા પહેલા કિલ્લાની પૃથ્વીમાં જવાને માટે છે. તથા પચાસ ધનુષનો પ્રતર છે. ત્યાર પછી પાંચ હજાર પગથિયા છે. ૬૧૮. - પ. બીજો કિલ્લો પાંચસો ધનુષના પ્રતરવાળો ત્યારબાદ પાંચ હજાર પગથિયા છે તે પછી ત્રીજો કિલ્લો એક કોષ અને છસો ધનુષ પીઠવાળો છે. ઉ૧૯.
(૬. ચાર બારણા, ત્રણ પગથિયા અને જિનેશ્વર પરમાત્માના શરીર જેટલું ઉંચું મધ્યમાં મણિપાઠક (સિહાસન) છે. બસો ધનુષ લાંબુ-પહોળું અને અઢી કોષ • પ્રમાણ પૃથ્વીનું તળીયું છે. ક૨૦.
ઉપદેશ સપ્તતિ ૮૩