________________
ઉપદેશ-૨૩” ૧. શ્રી જિનેન્દ્રના ચરણમાં કમળની પૂજાની વિધિના ધ્યાનમાત્રથી પણ ઈષ્ટ (ઈચ્છિત) સુખને મેળવે છે. જે પ્રમાણે શ્રી વિર પરમાત્માની પૂજા કરવા માટે ઉત્સુક થયેલી (ઉત્કંઠાવાળી) તે દુગ્ગતા દેવપણાને પામી. ૬૦૫.
૧. અહીં જ ભારતમાં માકન્દી એ પ્રમાણે પ્રસિધ્ધ નગરી વિદ્યમાન છે. ત્યાં નામ વડે અને બળ વડે જિતારિ નામે રાજા હતો. ૬૦૬.
૨. ત્યાં એક શ્રેષ્ઠીના ઘરે કોઈ અસમર્થ વૃદ્ધા સ્ત્રી પોતાના ઉદરની પૂર્તિને માટે હલકા કાર્યને કરતી હતી. ૬૦૭.
૩. તેણી દાસીની જેમ શ્રેષ્ઠિના ઘરનું સંપૂર્ણ કાર્ય કરે છે. એક વખત ઇંધન (લાકડા) લાવવા માટે ક્યાંક વનમાં ગઈ. ૯૦૮.
૪. ત્યારે ઉનાળો હતો, દુઃખે કરીને પ્રાપ્ત કરી શકાય એવા લાકડીઓને તેણીએ દૂર જઈને પણ ઘણા કાળે એકઠા કર્યા. ૩૦૯.
છે. વૃદ્ધપણા વડે લાકડાના ભારાને કંઈક ઢીલું બાંધીને તેણી અલ્પ સત્ત્વવાળી હોવાથી સાંજે પોતાના નગર તરફ પાછી ફરી. ૧૦.
૬. આવતી એવી તે વૃદ્ધ સ્ત્રીના માર્ગમાં ધીરે-ધીરે લાકડાના ભારામાંથી બેત્રણ લાકડા ભૂમિ પર પડ્યા. ઉ૧૧.
| ૭. તેઓને (લાકડાઓને) હાથથી લેવા માટે લાકડાના સમૂહ વડે ભારવાળી
થયેલી, અડધી નમેલી, ભૂખ અને તરસ વડે અત્યંત પીડાતી એટલામાં તેણી - અસમર્થ છે. ૧૨.
ઉપદેશ સપ્તતિ ૮૨