________________
૧૮. એ પ્રમાણે તેઓના વાક્યોને વારંવાર સાંભળીને તે કુતરી ઈહાપોહને કરતા કરતા (ઈહા અને અપાય એ મતિ જ્ઞાનના ભેદને વિશેષ પ્રકારે વિચારતા) જાતિસ્મરણ જ્ઞાનવાળી થઈ. ૬૦૧.
૧૯. ત્યાર બાદ સંવેગભાવને પામેલી આ કુતરીએ પૂર્વે ઉપાર્જન કરેલ પાપોની આલોચના કરીને સર્વ સિદ્ધ ભગવંતોની સમક્ષ આહારનો ત્યાગ કર્યો. ૧૦૨.
૨૦. અનુક્રમે તે મરીને સૌધર્મ દેવલોકમાં દેદીપ્યમાન કાંતિવાળી દેવી થઈ. ત્યારબાદ ધર્મના પ્રભાવથી આ (કુતરી) સદ્ગતિમાં જશે. ૧૦૩.
૨૧. આ પ્રમાણે આ વૃત્તાંતને સાંભળીને ભાવના વિસ્તારને પામેલા, વિવેકવાળા, સમાધિવાળા, હે ભવ્ય પ્રાણીઓ ! ઈર્ષ્યાનો ત્યાગ કરી પુણ્યને કરો. ૦૪.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં બાવીસમો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ ૮૧