________________
૯. વિવેક રહિત, રૌદ્ર પરિણામ વડે અત્યંત નિર્દય એવી તે કુતરી હંમેશાં પોતાના દહેરાસરના દ્વારમાં રહે છે. પ૯૨.
૧૦. એક દિવસ તે નગરમાં કોઈક કેવળી ભગવંત પધાર્યા (આવ્યા અન્તઃપુર સહિત રાજા પણ તેમને ભક્તિથી વંદન કરવા માટે ગયો. ૧૯૩.
૧૧. કેવળી ભગવંતે કાનને અમૃત સમાન દેશના આપી. હવે વિનયથી નમેલી તે રાજાની પત્નીઓ તે મુનિને પૂછે છે. ૫૯૪.
૧૨. હે ભગવન્!તે કુંતલા નામની શોક્ય પત્ની જેના આદરથી અમારો પણ સુકૃત કરવામાં આ આદરભાવ થયો. ક્યાં મરીને) ગઈ ? પ૯૫.
૧૩. તેમણે પણ કહ્યું - ખેદની વાત છે કે માત્સર્યયુક્ત ધર્મ કરીને કુતરીપણે ઉત્પન્ન થયેલ.(ત) મોહથી ચૈત્યમાં રહે છે. પ૯૬.
૧૪. એ પ્રમાણે સાંભળીને તે સર્વે (પત્નીઓ) ત્યાં જિનાલયમાં આવીને હાસ્યપૂર્વક દયા સહિત તેણીને (કુતરીને) વારંવાર જુએ છે. ૧૯૭.
૧૫. તેઓ (શોક્યપત્નીઓ) રોજ આ (કુતરીની) આગળ પૂરી વિગેરે નાખે છે. વળી સ્નેહપૂર્વક તે કુતરીને આ પ્રમાણે બોલાવે છે. ૫૯૮.
- ૧૯.હે.ભદ્રે ! ધર્મમાં પરાયણ એવી તને માત્સર્યના દોષથી આવા પ્રકારની ખરાબ યોનિ પ્રાપ્ત થઈ. અહો ! કર્મની બલિષ્ઠતા છે. ૧૯૯.
૧૭. તેથી માત્સર્યનો ત્યાગ કરીને મનોહર ધર્મનું આચર. જેથી તને સદ્ગતિની પ્રાપ્તિ અને બોધિ સુલભ થાય. ૬૦૦.
ઉપદેશ સપ્તતિ ૮૦