________________
“ઉપદેશ–૨૨”
૧. વિવેકી પ્રાણીઓ વડે જિનેશ્વર ૫૨માત્માના મંદિર, પૂજા વગેરે ધર્મકાર્યમાં ક્યાંય પણ મત્સર ન કરવો. કારણ કે એ અનર્થને માટે થાય છે. જે પ્રમાણે શ્રી “કુંતલાથી પ્રગટ રીતે થયો. ૫૮૩.
૧. સ્વર્ગની ઉપમા સમાન અવિનપુર નામનું નગર છે. ત્યાં અત્યંત પરાક્રમી જિતશત્રુ રાજા હતો. ૫૮૪.
૨. તે રાજાની કુંતલા નામની પત્ની પટરાણી તરીકે પ્રતિષ્ઠિત હતી. તેને બીજી પણ સો થી અધિક પત્નીઓ થઈ હતી. ૫૮૫.
૩. તેઓ પોતપોતાના દ્રવ્ય વડે અનેકવાર ચૈત્યોને કરાવે છે. વળી યાચકોના સમૂહ વડે તેઓની કીર્તિ વિસ્તારાય છે. ૫૮૬.
૪. ત્યારબાદ ઈર્ષ્યાથી વ્યાપ્ત મનવાળી તે કુંતલાદેવીએ નગરની મધ્યમાં વિશેષતાવાળું દહેરાસર કરાવ્યું. ૧૮૭.
૫. આ (કુંતલા) સ્વંય રોજ ત્યાં જ પૂજા-ધ્વજા-સ્નાત્રાદિ ઉત્સવોને કરે છે અને પરિવારના લોકો વડે પણ કરાવે છે. ૫૮૮.
૬. દહેરાસ૨માં શોક્યના પૂજા વિગેરે ઉત્સવો જોઈને અત્યંત સંતાપ કરે છે. વિહ્વળ આંત્માઓની સ્પર્ધાને ધિક્કાર છે. ૫૮૯.
૭. સ્વભાવ વડે સરલ, માત્સર્ય (ઈર્ષ્યા) રહિત બીજી શોક્ય પત્નીઓ તેણીના પવિત્ર આદરને જોઈને તેની પ્રશંસાને જ કરે છે. ૫૯૦.
૮. એ પ્રમાણે માત્સર્યયુક્ત ધર્મને પૂર્વે કરેલ (એવી) કુંતલા આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન વડે મરીને તે કુતરી થઈ. ૫૯૧.
ઉપદેશ સપ્તતિ ૭૯