________________
૮. પલ્લીમાં રહેનારા ભીલોએ એક દિવસે તેને કહ્યું - હે ભદ્ર! હંમેશા જવાઆવવાની ક્રિયા કરવી એ) તમારે દુષ્કર છે. ૫૬૩.
* ૯. તમે અહીં જ શા માટે ભોજન કરતા નથી. અથવા રહેતા નથી. જે કારણથી આ અમે સર્વે પણ તમારા સેવક જેવા છીએ. પ૬૪.
૧૦. વેપારીએ કહ્યું, પરમાત્માની પૂજા કર્યા વિના હું ભોજન કરતો નથી, તેથી | હું રોજ ઘરે જાઉં , અને પરમાત્માની પૂજા કર્યા પછી ભોજન કરું છું. પ૬પ.
૧૧. પ્રફુલ્લિત મુખવાળા ભીલ લોકોએ કહ્યું - અહીં પણ એક દેવ (જિનપ્રતિમા) છે. તે ટુકડા છે એટલે જોડીને એને બતાવ્યા. પકડ.
૧૨. શુદ્ધ મમ્માણિ પાષાણથી ઘડેલી તે પ્રતિમાને અખંડ માનતો, સરલ બુદ્ધિવાળો અને રોમાંચિત દેહવાળા તેણે પણ વંદન કર્યું. પક૭.
૧૩. સરળ આશય(સ્વભાવ)વાળા તેણે પુષ્પ વિગેરેથી પૂજા કરીને અનેકવાર સ્તોત્રોવડે સ્તુતિ કરીને ત્યાંજ ભોજન વિગેરે કર્યું. પ૬૮.
: ૧૪. હવે એક વખત તે ભીલો વડે તેની પાસે કાંઈક પ્રાર્થના કરાઈ. વળી તેણે - તે નહીં આપ્યું. તેથી તેઓ (ભીલ લોકો) એ થોડોક ક્રોધ ધારણ કર્યો. પ૭૯.
- ૧૫.તે પ્રતિમાના ટુકડા કરીને ક્યાંક ગુપ્ત રીતે ધારણ કર્યા (મૂક્યા). પૂજાના સમયે જિનપ્રતિમાને નહિ જોઈને તે ખેદવાળો થયો. ૧૭૦.
૧૯. તે દિવસે ઉપવાસ થયો. એ પ્રમાણે તેના ત્રણ દિવસ થયા. પશ્ચાત્તાપવાળા તે ભીલ લોકો વડે પૂછાયું. તે વેપારી! તમે ભોજન કેમ કરતા નથી. ૫૭૧.
ઉપદેશ સપ્તતિ ૭૬