________________
૧૨. વળી જેઓને એક હજારને આઠ લક્ષણવાળી જગતમાં અભુત એવી અતિશયની શ્રેણી જય પામે છે. ૧૫.
* જે કહ્યું છે –
૧. જન્મથી પ્રાપ્ત થયેલ ચાર, કર્મના નાશથી ઉત્પન્ન થયેલ અગિયાર અને દેવથી ઉત્પન્ન થયેલ ઓગણીશ (એમ) ચોત્રીશ અતિશયથી યુક્ત એવા પરમાત્માને હું વંદન કરું છું. ૧૬.
- ૨. તેઓનો દેહ અભુતરૂપ અને અદ્ભુત ગંધવાળો, રોગરહિત તથા પરસેવા અને મલથી રહિત હોય છે. કમળની સુગંધ જેવો શ્વાસોશ્વાસ અને ગાયના દૂધની ધારા જેવો સફેદ (ઉજ્જવલ) રૂધિર (લોહી) માંસ પવિત્ર હોય છે. ૧૭.
૩. આહાર અને નિહારની વિધિ (ક્રિયા) અદશ્ય હોય છે. (અર્થાત્ બીજા કોઈને પણ ન દેખાય તેવી) આ ચાર અતિશયો સાથે ઉત્પન્ન થનાર છે. (હવે કર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા અગ્યાર અતિશયો શરૂ થાય છે.) કોડાકોડીની સંખ્યાવાળા મનુષ્ય, દેવ (અને) તિર્યંચો એક યોજન માત્ર જ ક્ષેત્રમાં સમાઈ શકે છે. ૧૮. | ૪. (જેમની) વાણી મનુષ્ય-તિર્યંચ અને દેવ પોતપોતાની ભાષામાં સમજી શકે એવી (સંવાદિની), એક યોજન સુધી જનારી એટલે-એક યોજન સુધીમાં જે પ્રાણી હોય તે બધાને સંભળાઈ શકે એવી હોય છે તથા મસ્તકના પાછળના ભાગમાં સૂર્યના પડલની શોભાને વિડંબણા પમાડે એવું સુંદર ભામંડલ હોય છે. ૧૯. - પ. સવાસો યોજન સુધી રોગ, વૈર, ઈતિયો, મારિ, અતિવૃષ્ટિ-અવૃષ્ટિ, દુકાળ, સ્વચક્ર (પોતાના રાજાનો) પરચક્ર (અન્ય રાજા)થી ભય હોતો નથી. આ - અગ્યારે અતિશયો કર્મના નાશથી ઉત્પન્ન થનારા છે. ૨૦. . ૬. આકાશમાં ધર્મચક્ર, ચામરો, પાદપીઠ સહિત, ઉજ્વલ સિંહાસન, ત્રણ 'છત્ર (રત્નજડિત સુવર્ણમય), રત્નમય ધ્વજ અને પરમાત્મા જ્યાં જ્યાં ચરણ ધરે ત્યાં ત્યાં સુંદર કમળો હોય છે. ૨૧.
૭. સુંદર (મનોહર) ત્રણ ગઢ, ચાર મુખપણું, અશોકવૃક્ષ, ઉંધા મુખવાળા કાંટાઓ, વૃક્ષોનું નમન, ઉચ્ચ પ્રકારે દુંદુભિનાદ, અનુકૂલ પવન અને પ્રદક્ષિણા - આપતા પક્ષીઓ હોય છે. ર૨.
ઉપદેશ સપ્તતિ
૪