________________
“ઉપદેશ-૨૧”
૧..જેઓ (ગ્રહણ કરેલ) નિયમનો આપત્તિમાં પણ ત્યાગ કરતા નથી. તે માણસો ઈન્દ્રો વડે પણ પૂજવા યોગ્ય છે. જેમ શ્રી જિનેશ્વરની પૂજાના નિશ્ચયવાળો ધન નામનો એક વેપારી (કોઈની તુલનામાં ન આવે એવી) અતુલ્ય પ્રસિદ્ધિને પામ્યો. ૫૫૫.
૧. માલવ નામના દેશમાં શ્રી મંગલપુર નગર છે ત્યાં ભીલોથી વ્યાપ્ત એક પલ્લી તેની નજીકમાં છે. ૫૫૭.
૨. ત્યાં પહેલા કોઈના વડે એક ચૈત્ય કરાયેલું છે અને તેમાં ચોથા ભગવાનની અતિશયવાળી પ્રતિમા છે. ૫૫૭.
૩. એક વખત ત્યાં અચાનક આવેલા ભીલોના સૈન્ય વડે તે દહેરાસરને, પાપીઓ વડે પોતાના ભાગ્યની જેમ ભંગાયું. ૫૫૮.
૪. અધિષ્ઠાતા દેવના પ્રમાદ વડે દહેરાસરને વિષે અલંકારભૂત જિનપ્રતિમાના સાત ટુકડા કરાયાં. ૫૫૯.
૫. તત્ત્વજ્ઞાનથી રહિત, ઉત્પન્ન થયેલ ખેદવાળા તે ભીલો વડે તે સાત ટુકડાને મેળવીને એકઠા કરાયા. ૫૬૦.
૬. અહીં ધારલી ગામથી એક ચતુર શ્રેષ્ઠ વેપારી રોજ ત્યાં આવીને વેચવું, ખરીદવું વિગેરે વેપાર કરે છે. ૫૬૧.
૭. વળી તે શ્રાવક ભોજન સમયે ઘરે જઈને જ ભોજન કરતો, જિનેશ્વર પરમાત્માની પૂજા કર્યા વિના (ભોજન ન કરવું એમ) તેને ભોજનમાં નિયમ હતો. ૫૬૨.
ઉપદેશ સપ્તતિ ૭૫