________________
૧. વિગેરે શાસ્ત્રમાં કહેલ વચનોની યુક્તિઓ વડે અટકાવેલ પણ નાનો ભાઈ જેટલમાં અટકતો નથી તેટલામાં મોટા ભાઈએ વિચાર્યું કે સવારે હું રાજાને નિવેદન કરીશ એ પ્રમાણે. એટલામાં અકસ્માત જૂલથી પીડા થવાથી રાત્રિમાં મૃત્યુ પામેલ (મોટો ભાઈ) વેપારીનો પુત્ર થયો. તે ભવમાં શ્રેષ્ઠિ ભોગોને ભોગવીને અંતે વ્રત ગ્રહણ કરીને પ્રાણત દેવલોકમાં દેવ થયો. એ પ્રમાણે સાત ભવો પર્યત સંયમની આરાધના કરીને અશ્રુત વિગેરે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈને અનુક્રમે તે હું તમારો પુત્ર યુગંધર થયો. વળી નાગદેવ તે જ ભવમાં વિશેષ પ્રકારે જાણેલ સ્વરૂપવાળો રાજાદિ વડે ઘણો તિરસ્કારાયો. દેવદ્રવ્યનું ભક્ષણ કરેલ સ્થાનમાં અને ઘરનું સર્વસ્વ (રાજાએ) ગ્રહણ કરેલ અંતે સોળ વર્ષ પર્યત રોગોથી પીડાતો બાકી (શેષ) રહેલ દ્રવ્યના અર્પણને માટે પુત્રોને કહીને મરણ પામ્યો. પૂર્વ ભવના અભ્યાસથી દરેક ભવમાં તે પ્રમાણે જ કરતો સાતમી નારકમાં અને વચ્ચે - વચ્ચે (આંતરામાં) તિર્યંચના ભાવોમાં ભમતો ભમતો આ બિચારો કોઢીયો થયો. જે કહ્યું છે કે - પ૩૮.
૧. હે ગૌતમ! દેવદ્રવ્યના ભક્ષણમાં અને પરસ્ત્રીગમન વડે સાત વાર (જીવ) સાતમી નારકીમાં જાય છે. પ૩૯.
- ૨. એ પ્રમાણે સાંભળીને તે કોઢીયો જાતિસ્મરણ જ્ઞાન પામીને સઘળા પાપોની - આલોચના કરેલ અને અંતે અનશન સ્વીકારેલ મરણ પામી અય્યત દેવલોકમાં દેવ
થયો. મહાવિદેહ ક્ષેત્રમાં જઈ અનુક્રમે મોક્ષમાં જશે અને તે યુગંધર રાજર્ષિ પણ : અનુક્રમે સિદ્ધિ રૂપી મહેલને પામ્યો. ૫૪૦. : પરશાસ્ત્રમાં પણ ઉદાહરણ કહેલ છે તે આ પ્રમાણે -
૧. પ્રાણો કંઠ પયંત આવતે છતે (મરણ આવતે છતે) પણ દેવદ્રવ્ય (ધાર્મિક - દ્રવ્ય) માં મતિ (ઈચ્છા) ન કરવી જોઈએ. વળી અગ્નિ વડે બળેલા વૃક્ષો (ફરીથી)
ઉગે છે પરન્તુ ધાર્મિક દ્રવ્યથી બળેલા નહિ. (અર્થાત્ અગ્નિવડે એકવાર વૃક્ષ બળી ગયું હોય તો જો પુનઃ પાણી દ્વારા એનું સિંચન કરવામાં આવે તો વૃક્ષ ફરીથી પણ ઉગે પરંતુ ધાર્મિક દ્રવ્યનું ભક્ષણ કરનાર વ્યક્તિનો નિસ્તાર જલ્દી થતો નથી. ઘણા ભવો પર્યત એને દુર્ગતિમાં ભટકવું પડે છે.) ૫૪૧.
ઉપદેશ સતતિ
૭૨