________________
૧૨. ત્યારબાદ ભીમરાજાએ તેને ત્રણ વાર ઉજ્જવલ રેશમી વસ્ત્ર પહેરાવ્યા અને હર્ષપૂર્વક ઘણું સુવર્ણ વિગેરે આપ્યું. ૫૧૫.
૧૩. મ્યાનરહિત ખુલ્લી તલવાર અને સૈન્ય અને ધોલકાનું રાજાપણું આપીને તેને વિદાય કર્યો. તે પણ પોતાના નગરમાં આવ્યો. પ૧૬.
૧૪. ત્યારબાદ તે ગુજરાત દેશમાં પૃથ્વી પર રક્ષણ કરનાર, દંડનાયક (મંત્રી) હોતે છતે ચોરોનું નામ પણ ખરેખર સમાપ્ત થયું. ૫૧૭.
૧૫. એક વખત તેની પરીક્ષા કરવાની ઈચ્છાથી કોઈક પણ ચારણે ઉટને ચોર્યું. જિણહના માણસો વડે એ પકડાયો. પ૧૮.
. ૧૯. પૂજા કરતા એવા મંત્રીને તે (ચોર) લાવીને બતાવાયો. હે સ્વામી! આ ચોરને કયો (શું) દંડ ? એ પ્રમાણે કહો. ૫૧૯.
૧૭. તેણે પણ તેઓને આંગળીના ચિહ્ન વડે તેને (ચોરને) માટે વધનો આદેશ આપ્યો. હવે અવસરને જાણનાર ચારણે તેની પ્રત્યે એ પ્રમાણે કહ્યું. પ૨૦.
- ૧૮. જિણહે પરમાત્માને નમસ્કાર કર્યો પણ તારોતાર મળ્યો નહીં. (અર્થાત્
ભાવપૂર્વક નમસ્કાર ન કર્યો.) જે કારણથી નહીં મારનારને (પરમાત્માને) જે પૂજે તે મારણહાર કેમ થાય ? પર૧.
. ૧૯. એ પ્રમાણે સાંભળીને હૃદયમાં વિસ્મયવાળા તેણે હાસ્યપૂર્વક તેને છોડ્યો તારા વડે ક્યારે પણ ચોરી કરવી યોગ્ય નથી. એ પ્રમાણે તેને શિક્ષણ આપ્યું. પર૨.
ચારણે પણ કહ્યું -
ઉપદેશ સપ્તતિ
૬૮