________________
૬. અહીં પ્રથમ અધિકારમાં ચોવીશ જિનેશ્વરોની પૂજા, બીજા અધિકારમાં કેટલાક તીર્થની સ્તુતિ (નમસ્કાર, પ્રશંસા), ત્રીજા અધિકારમાં ગુરુ, ચોથા અધિકારમાં તેમજ પાંચમાં અધિકારમાં બે પ્રકારનો ધર્મ કહેવા યોગ્ય છે. ૬.
૭. અરિહંત પરમાત્માના ગુણોનું સ્મરણ-ધ્યાન-યાત્રા (યાત્રાત્રિક) ચૈત્યવંદનપૂજા-સદ્ધર્મ (સુધર્મ)-સુગુરુની સેવા વગેરે વડે સમ્યક્ત્વમાં સ્થિરતા થાય છે. ૭.
૮. પ્રાયઃ કરીને કુટુંબ, ધન-ધાન્ય-સુવર્ણ-રત્ન વગેરે વસ્તુઓમાં લોકોને વિવેક સુલભ (સારી રીતે) થાય છે. વળી સુદેવ-સુધર્મ-સુગુરુતત્ત્વના વિચારમાં કેટલાક લોકોની જ મતિ ઉલ્લસિત થાય છે. ૮.
૯.ગુણવાનોની કરાતી પૂજા લોકોની સારી સંપત્તિને અમર્યાદિત (પુણ્યાનુબંધી પુણ્યવાળી) વિસ્તારે છે અને સંપૂર્ણપણે ગુણો જિનેશ્વર વિના (બીજા કોઈમાં) નથી, તેથી ભવ્ય પ્રાણીઓ વડે જિનેશ્વર પરમાત્મા જ પૂજવા યોગ્ય છે. ૯.
૧૦. જેમના જન્મ સમયે દેવો અને દેવીઓ નહિ બોલાવવા છતાં પણ આવીને દેદીપ્યમાન ઉત્સવોની પરંપરા કરે છે. ૧૦.
૧૧. જેઓની જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ઉત્તમોત્તમ સદ્ગુણોની શ્રેણીઓ અન્ય દેવોથી વિલક્ષણ (જુદા લક્ષણવાળી) પ્રગટ છે. ૧૧:૪
તે આ પ્રમાણે –
૧. (પરમાત્માના) મસ્તકના ભાગમાં ત્રણ છત્ર, બન્ને બાજુ (રત્નજડિત સુવર્ણમય દાંડીવાળા) ચામરોની શ્રેણી અને પગને અંતે (તળીયે) નવ ગ્રહો હોય છે. તે અન્ય દેવને વિષે જોવા મળતી નથી. ૧૨.
૨. સમવસરણમાં એકસો આઠ સ્તંભ, બેસવા માટે શ્રેષ્ઠ ત્રણ ગઢ, ગતિ માટે સુવર્ણના નવ કમળો અર્થાત્ પરમાત્મા જ્યાં જ્યાં પગ મૂકે તે-તે ઠેકાણે પહેલેથી જ સુવર્ણમય કમળ ગોઠવાઈ જાય છે.) જે અન્ય દેવોને વિષે જોવા મળતા નથી. ૧૩.
૩. (પરમાત્માની) આગળ તેજસ્વી (દેદીપ્યમાન) ધર્મચક્ર પાછળના ભાગમાં ભામંડલ વળી આકાશમાં ઉંચો-ઈન્દ્રધ્વજ અન્ય દેવને વિષે જોવા મળતો નથી. ૧૪.
ઉપદેશ સપ્તતિ 3