________________
૯. જેમ-જેમ મણિરત્નના પ્રભાવથી આની લક્ષ્મી વધે છે, તેમ-તેમ સ્પર્ધાની હરીફાઈની જેમ આનો જિનપૂજા પ્રત્યે આદર પણ વધે છે. ૪૭૮.
૧૦. હવે એક દિવસ બુદ્ધિશાળી એવા તેણે કોઈના વચન સાંભળ્યા. જેમ આ યક્ષની પૂજા કરતે છતે ઈચ્છિત ફળ મેળવાય છે. ૪૭૯.
૧૧. ત્યારબાદ શ્રીધરે પણ તે યક્ષની પૂજા કરી. અતૃપ્ત (એવા શ્રીધરે) આસન પર બિરાજમાન તે દેવીને પણ પૂજી. ૪૮૦.
૧૨. એ પ્રમાણે લોકોકિતથી ચંડીદેવી અને ગણેશની પણ પૂજા કરી. ગુણદોષને નહીં જાણનારને વિવેકનો અવકાશ ક્યાંથી હોય ? ૪૮૧.
૧૩. એક વખત ચોરો વડે ઘરનું સર્વસ્વ (ધન) ચોરાયે છતે અત્યંત આકુલવ્યાકુલ મનવાળો જ્યાં-ત્યાં રત્નોને જુએ છે. ૪૮૨.
૧૪. તેટલામાં દેવીના વરદાનથી પ્રાપ્ત થયેલ તે મહામણિને નહીં જોઈને હંમેશાં પોતાને હોંશિયાર માનતો પણ શ્રીધર દુ:ખી થયો. ૪૮૩.
૧૫. મણિરત્નના અભાવથી સઘળી લક્ષ્મી પણ તેના ઘરમાંથી ગઈ. દરરોજ ભૉર્જનની પણ શંકા આવી પડી. ૪૮૪.
૧૬. ત્યાર પછી દેવની સમક્ષ ત્રણ ઉપવાસ કરીને રહ્યો. ત્રીજે દિવસે તેની (શ્રીધરની) આગળ પ્રત્યક્ષ થઈને તેઓએ કહ્યું. ૪૮૫.
૧૭. લાંઘણ ક૨વામાં ઉદ્યત તેં આ પ્રમાણે અમને શા માટે યાદ કર્યા, તમે મારા મનનું ઈચ્છિત કરો. એ પ્રમાણે તેણે (શ્રીધરે) પણ કહ્યું. ૪૮૬.
૧૮. ત્યારબાદ કુલદેવીએ કહ્યું. દુષ્ટતાથી નિષ્ઠુર મનવાળા અરે દુષ્ટ ! જલ્દી ઉભો થા, હમણાં મારી આગળથી તું ચાલી જા. ૪૮૭.
ઉપદેશ સપ્તતિ 93