________________
“ઉપદેશ-૧૭” ૧. જે ગુણદોષને નહીં જાણવાથી પહેલા સર્વ દેવોને વિષે (પ્રત્યે) ભક્તિવાળો હોય તે ખરેખર શ્રીધરની જેમ સુખને નથી જ ભોગવતો. ૪૬૮.
૨. નિઃસ્પૃહી મનવાળો પ્રત્યક્ષ સ્વર્ગની સંપત્તિ મેળવે છે. પાછળથી ત્યાગ કરેલ આકાંક્ષાવાળો તે જ અહીં સુખી થાય છે. ૪૧૯.
૧. ગજપુર નામના નગરમાં સ્વભાવ વડે સરલ, ભોળો જ્યાં-ત્યાં અભિલાષાવાળો શ્રીધર નામે વેપારી હતો. ૪૭૦.
૨. એક વખત મુનિની પાસે મનોહર આશયવાળા તેણે એ પ્રમાણે સાંભળ્યું, શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજામાં રક્ત પ્રાણી ઈચ્છિત ફલને પામે છે. ૪૭૧.
૩. નિર્મલ બુદ્ધિવાળા, ભક્તિથી પૂર્ણ શ્રીધરે આ સાંભળીને અરિહંત પરમાત્માની પ્રતિમાં કરાવીને ત્રણે સંધ્યાએ (ત્રિકાળ) પૂજા કરી. ૪૭૨.
૪. ધૂપ ઉવેખવામાં તત્પર તેણે એક દિવસ એ પ્રમાણે અભિગ્રહને ગ્રહણ કર્યો કે ધૂપ પૂર્ણ થયા વિના હું આ સ્થાનથી ચાલીશ (હાલીશ) નહિ. ૪૭૩.
- પ. હવે ભાગ્ય યોગથી ત્યાં એકાએક સાપ નીકળ્યો. તે પ્રમાણે નિશ્ચલ એવા .તેને દુષ્ટ (સર્પ) જેટલામાં ડસે છે. ૪૭૪.
* ક. તેટલામાં જિનપૂજાના નિશ્ચયવાળા તે પ્રમાણે સ્થિર રહેલા શ્રીધરથી ખુશ થયેલ શાસનદેવતાએ સર્પને ઉંચે ફેંક્યો. ૪૭૫.
૭. શ્રી જિનની પૂજામાં જે આ પ્રમાણે તારી અત્યંત દઢતા છે. તેથી હું ખુશ છું. એ પ્રમાણે દેવીએ તેને કહ્યું. ૪૭૯.
૮. અહો ! લક્ષ્મીને આપનાર આ મણિને ગ્રહણ કરો. પૂર્ણ પ્રતિજ્ઞાવાળા તેણે પણ એ પ્રમાણે ગ્રહણ કર્યો અને દેવી અદ્રશ્ય થઈ. ૪૭૭.
ઉપદેશ સપ્તતિ કર