________________
૧૬. ત્યાર બાદ તે નવમા ભવમાં નવનિધિનો સ્વામી જિતશત્રુ એ પ્રમાણે રાજા થયો. પૂજાના ફળની સામે આ કેટલું ? (કાંઈ નથી) ૪૬૩.
૧૭. એક વખત તે રાજા શ્રી પાર્શ્વનાથ પરમાત્મા પાસે પોતાના પૂર્વભવોને શરૂઆતથી સાંભળીને જાતિસ્મરણ જ્ઞાનવાળો થયો. ૪૬૪.
૧૮. શ્રી પાર્શ્વનાથ પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરીને ઉગ્ર તપમાં તત્પર તે અનુત્તર દેવલોકમાં દેવ થયો અને રાજ્ય પામીને સિદ્ધ થશે. ૪૬૫.
અને કહ્યું છે કે
૧. અશોક માલિક વડે પ્રથમ નવ પુષ્પ વડે નવ અંગની પૂજા કરાઈ. ત્યાર પછી નવ ભવમાં નવી-નવી લક્ષ્મીને (અને) અંતે મોક્ષરૂપી ઋદ્ધિને પામ્યો. ૪૬૬.
૧૯. એ પ્રમાણે નિર્મળ બુદ્ધિવાળા લોકો અશોકવનના અશોક માલિક સંબંધી સત્કથાને વિશેષ પ્રકારે સાંભળીને વીતરાગ પરમાત્માના ચરણકમળની પૂજાને જ વિસ્તારે. (કરે.) ૪૬૭.
।। એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પ્રથમ અધિકારમાં સોળમો ઉપદેશ છે. II
ઉપદેશ સપ્તતિ
५१