________________
૭. તે જ નગરમાં વેપારીઓમાં મુખ્યત્વે ઘણી ઋદ્ધિવાળો ધનદત્ત (શ્રેષ્ઠી) છે. તે અશોક માલિક મરીને પુણ્યયોગથી તેનો (ધનદત્તનો) પુત્ર થયો. ૪૫૪.
* ૮. અનુક્રમે બીજા જન્મમાં નવ લાખનો (દ્રમનિષ્ઠ સોનામહોરનો સોળમો ભાગ) સ્વામી ઘણા લોકો વડે માન્ય તે દત્ત નામે પ્રખ્યાત હતો. ૪૫૫.
૯. તે જન્મમાં પણ શ્રી જિનેશ્વરની પૂજાદિ કાર્યમાં એકાગ્ર મનવાળા તેણે રોગ રહિત ભોગોને પ્રાપ્ત કર્યા. ૪૫ક.
૧૦. ફરીથી મરીને ત્રીજા ભવમાં તે જ નગરમાં નવ કરોડ દ્રમનો સ્વામી ગુણાકર શ્રેષ્ઠી થયો. ૪૫૭.
૧૧. ફરીથી મરીને ચોથા ભવમાં સ્વર્ણપુરમાં તે નવ લાખ સુવર્ણનો સ્વામી શ્રીધર નામે શ્રેષ્ઠી થયો. ૪૫૮.
૧૨. હવે પાંચમા ભવમાં તે જ ગામમાં નવ કરોડ સુવર્ણનો સ્વામી કમલાકર : નામે મહાન શ્રેષ્ઠી થયો. ૪૫૮.
- ૧૩. હવે છઠ્ઠા ભાવમાં રત્નપુરમાં નવ લાખ રત્નોનો સ્વામી રત્નાંગદ નામે “તે શ્રેષ્ઠી થયો. ૪૬૦.
.' ૧૪. સાતમા ભવમાં આ નવ કરોડ રત્નોનો સ્વામી લોકમાં આનંદ આપનાર ભુવનશેખર નામે મોટો શ્રેષ્ઠી થયો. ૪૬૧.
૧૫. આઠમા ભાવમાં વલ્લવ રાજાનો પુત્ર નવલાખ ગામનો સ્વામી સુનંદ નામે રાજા થયો. ૪૬૨.
ઉપદેશ સપ્તતિ 90