________________
“ઉપદેશ-૧૬ ૧. જિનપૂજા મનને પવિત્ર કરે છે. કઠોર કર્મના સમૂહને કાપે છે. સ્વર્ગને આપે છે. શિવ (મોક્ષ) સંપત્તિને ધારણ કરે છે. પુણ્યના ઉદયને વિસ્તારે છે, તો આ શ્રી જિનપૂજા ખરેખર સુખોને શા માટે ન આપે ? ૪૪૬.
૨. અશોક માલિક મિથ્યાદૃષ્ટિએ ભવ્ય ભાવના વડે જિનેશ્વર પરમાત્માની પૂજા કરીને અદ્ભુત સુખની પરંપરાને મેળવી. ૪૪૭.
૧. મોટા રાજ્યસ્વરૂપ મહારાષ્ટ્ર દેશમાં હલ્વર નામના ગામમાં ભદ્રક હૃદયવાળો અશોક માલિક મિશ્રાદષ્ટિ હતો. ૪૪૮.
૨. એક વખત પર્વના દિવસે ક્યાંક શ્રાવકો વડે કરાયેલી જિનેશ્વર પરમાત્માની પૂજાને જોઈને મનમાં એ પ્રમાણે વિચાર્યું. ૪૪૯.
૩. જેઓ પવિત્ર વસ્ત્રો ધારણ કરીને શ્રી જિનને પૂજે છે, તેઓ પૃથ્વી પર વખાણવા લાયક છે. પરંતુ જેના ચિત્તમાં ધર્મની ગંધ પણ નથી. એવા હમેશાં દરિદ્રી મારા જેવા વખાણવા લાયક નથી. ૪૫૦.
૪. હે લોકોનું હિત કરનારા ! તમોને કોઈ પણ ભવને વિષે સાંભળ્યા પણ છે, પંજ્યા પણ છે અને દીઠા પણ છે, પરંતુ જિનભક્તિ વડે કરીને ચિત્તને વિષે નિચ્ચે ધારણ કરેલા નથી. તેથી હું દુઃખનું ભાજન થયો છું, કારણ કે ભાવરહિત ક્રિયાઓ : (શ્રવણ-પૂજન-દર્શનાદિ) વિશિષ્ટ ફલ આપતી નથી. ૪૫૧.
૫. ત્યારબાદ ઉત્પન્ન થઈ છે ભાવના જેને એ પોતાના નિર્ભાગ્યને નિંદતો, આ પછી બાકી રહેલા નવપુષ્પો વડે પરમાત્માની પૂજા કરી. ૪પર.
૭. એલાભિધપુરમાં નીતિમાં તત્પર જિતારિ નામે રાજા (હતો) તેને શીલના સ્વભાવવાળી શ્રી કાન્તા નામે પત્ની હતી. ૪૫૩.
ઉપદેશસતતિ ૫૯