________________
“ઉપદેશ-૧૫” ૧. તીર્થંકર પરમાત્માની આગળ દીપકપૂજા કરીને જો મંદબુદ્ધિવાળો તે જ દીપક વડે પોતાના ઘરનું સર્વ કાર્ય કરે છે તો તે મૂર્ખ ખરાબ યોનિપણાને પામે છે. ૪૨૩.
૧. અરવિંદપુરમાં રાજા અજિતસેન એ પ્રમાણે પ્રખ્યાત હતો. તે જ નગરમાં વ્યાપારીઓમાં શ્રેષ્ઠ દેવસેન શ્રેષ્ઠી વસે છે. ૪૨૭.
૨. ધર્મ કાર્યને કરતો, અરિહંત પરમાત્માના વચન પર શ્રદ્ધા ધારણ કરતો, ગરીબોને વિષે દાન આપતો તે સમય પસાર કરતો હતો. ૪૨૮.
૩. ત્યાં (અરવિંદપુરમાં) એક ઔરબ્રિક (ઊંટ વગેરે વેચીને જીવનાર) ઊંટનો માલિક છે. તેના ઘરથી અત્યંત મોહ પામેલી કોઈક ઉટણી રોજ સવારે શ્રેષ્ઠિના ઘરે આવે છે. ૪૨૯.
૪. દયા રહિત તેણે (ઉટણીના માલિકે) લાકડી વડે તેણીને મારી તો પણ આ (ઉટણી) તેના શ્રેષ્ઠીના ઘરે આવ્યા વિના રહેતી નથી. ૪૩૦.
- ૫. ત્યારબાદ કરુણામાં તત્પર શ્રેષ્ઠીએ મૂલ્ય વડે પણ તેણીને ગ્રહણ કરી . (ખરીદી). અત્યંત હર્ષવાળી તેણી પણ સુખપૂર્વક તેના ઘરમાં રહી. ૪૩૧.
. ૬. એક દિવસ તે નગરમાં આચાર્ય ભ. ધર્મસૂરીશ્વરજી મ.સા. પધાર્યા. રાજા વિગેરે સર્વ લોકો પણ ત્યાં વંદન કરવા માટે આવ્યા. ૪૩૨.
૭. ઘણા ધર્મવાળા (શ્રેષ્ઠ આચરણવાળા) શ્રી ધર્મસૂરી આચાર્ય ભગવંત વડે - ધર્મદેશના કરાઈ. ધાર્મિક મનવાળા શ્રેષ્ઠીએ ઉટણીના વૃત્તાન્તને પૂછયું. ૪૩૩.
: ૮. ગુરુ ભગવંતે કહ્યું - હે વત્સ ! પૂર્વ ભવમાં દરેકના મનને સંતોષ
આપનારી, પરિવારના લોકોને પૂજ્ય એવી આ તારી માતા હતી. ૪૩૪.
'ઉપદેશ સપ્તતિ ૫૬