________________
૧૯. કદાચ પ્રમાદથી વિધિ રહિત પૂજા થાય ત્યારે ગુરુ ભગવંતે કહેલ પ્રાયશ્ચિત સ્વીકારવું જોઈએ. ૪૨૧.
" ૧૭. તે પાપની આલોચના ન કરવાથી તમે ચંડાળના કુલમાં ઉત્પન્ન થયા. વળી શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજાના માહાસ્યથી રાજ્ય પ્રાપ્ત થયું. ૪૨૨.
૧૮. એ પ્રમાણે સાંભળીને આનંદિત હૃદયવાળા, ઉત્પન્ન થયેલ જાતિ સ્મરણ જ્ઞાનવાળા તે રાજાએ કહ્યું હે પિતાજી! મને મોક્ષફલને આપનારી દીક્ષા આપો.૪૨૩.
૧૯. પુત્રને વિષે રાજ્યનો ભાર સોંપીને સ્વીકારેલા વ્રતવાળા ત્યારબાદ અતિચારનો ત્યાગ કરવાથી સદ્ગતિને ભજનાર થયા. ૪૨૪.
૨૦. એ પ્રમાણે અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓ વડે ત્રણ જગતના સ્વામીની વિધિરહિત કરાયેલી પૂજા ખરેખર તુચ્છ ફલને જ આપે છે. તેથી વિધિ માર્ગમાં જ પ્રયત્ન કરો. ૪૨૫.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં ચૌદમો ઉપદેશ છે. એ
ઉપદેશસતતિ પપ