________________
૭. રાજા પણ પરિવાર સહિત તે મુનિને વંદન કરવા માટે આવ્યો. મુનિ ભગવંતે સંસારની અસારતામય ધર્મ કહ્યો. ૪૧૨.
* ૮. તે ચંડાળ માતા (જન્મ આપનાર માતા) પણ ત્યાં ગઈ અને રાજાને જોઈને ઝરતા દુધવાળી તેણી મોહિત થઈ. ખરેખર પુત્રનો સ્નેહ અત્યંત દુઃખેથી ઓળંગી શકાય એવો હોય છે. ૪૧૩.
૯ તેવા સ્વરૂપવાળી તેણીને જોઈને રાજાએ તે મુનિને પૂછ્યું, હે મુનિ ! આ કોણ છે ? અને આને વિષે મને મોહ શા માટે થાય છે? ૪૧૪.
૧૦. મુનિએ કહ્યું- હે કુમાર! આ તારી માતા છે. કારણ કે બહાર પડેલો તું મારા વડે મેળવાયો, તને પુત્ર રહિત એવા મારા વડે (તેને) રાજ્ય અપાયું. ૪૧૫.
૧૧. રાજાએ કહ્યું - હે પિતાજી ! તીનકુલમાં મારો જન્મ અથવા રાજ્યની . પ્રાપ્તિ શી રીતે સમભવે?આ સર્વ સમજાવીને કહો. ૪૧૯.
૧૨. મુનિએ કહ્યું - હે મહારાજ ! પૂર્વ ભવમાં તું ઘણી ઋદ્ધિવાળો, સર્વ વ્યવહારીઓમાં આગેવાન શ્રાવંક હતો. ૪૧૭.
: ૧૩. તમે શ્રી જિનશાસનમાં દાન-ધ્યાન-તપ-પૂજા-પૌષધ આવશ્યક ક્રિયા * વિગેરે વડે ઘણા કાળ પર્યત પ્રભાવના કરી. ૪૧૮.
. ૧૪. પરંતુ વિવેક રહિતપણા વડે આગલે દિવસે ભૂમિ પર સુગન્ધી દુર્ગન્ધી પુષ્પો વડે શ્રી જિનેશ્વર પરમાત્માને પૂજ્યા. ૪૧૯.
- ૧૫. ક્યારેક સ્નાન કરેલ, ક્યારેક સ્નાન કર્યા વિના, પ્રાયઃ સારા અથવા ખરાબ વસ્ત્રો ધારણ કરીને પરમાત્માની પૂજા કરી. ૪૨૦.
-ઉપદેશ સતતિ ૫૪