________________
૯. જ્યારે શ્રી ઋષભદેવ સ્વામીએ વાર્ષિક દાન આપ્યું ત્યારે કચ્છ-મહાકચ્છના બે પુત્રો અન્ય દેશમાં ગયા હતા. ૩૮૧.
* ૧૦. નમિ-વિનમિ પુત્રો પોતાના ઘરે આવ્યા. તેવા પ્રકારનું સ્વરૂપ જાણીને પોતાના પિતાની પાસે ગયા. ૩૮૨.
૧૧. તેઓ વડે પૂછાયું, તમારા વડે આ શું આરંભ કરાયું. આ બન્નેએ પણ તે સર્વ સ્વરૂપને જે પ્રમાણે થયું તે પ્રમાણે કહ્યું. તેથી પિતાએ કહ્યું તમે બન્ને ઘરે જાઓ. તમને રાજ્ય આપનાર શ્રી ભરત છે. ૩૮૩.
૧૨. સર્વ સાધારણ તે સ્વામી જે અમારા રાજ્યદાતા છે. તેઓએ અભિમાનપૂર્વક ભરત મહારાજાની અવજ્ઞા કરી. ૩૮૪.
૧૩. એ પ્રમાણે કહીને તે બન્ને નમસ્કાર કરીને ત્યાંથી જ્યાં શ્રી ઋષભદેવ સ્વામી પ્રતિમા ધ્યાને છે એવા બીજા વનમાં ગયા. ૩૮૫.
૧૪. સવારમાં પાણી લાવીને પરમાત્માના બન્ને ચરણોનું પ્રક્ષાલન કરીને : કમળ વડે પૂજા કરીને બન્ને (નમિ-વિનમિ) એ પ્રમાણે બોલ્યા - હે સ્વામી! રાજ્ય
આપો. ૩૮૬.
: ૧૫. હાથમાં કોશ રહિત તલવારવાળા એવા તે બન્ને પરમાત્માની બન્ને બાજુ (પરમાત્મા સન્મુખ) દૃષ્ટિને ધારણ કરનારા (તે બન્ને) પરમાત્માની સેવામાં તત્પર થયા. ૩૮૭.
" ૧૭. એ પ્રમાણે તે બન્ને પરમાત્માની સેવાને કરતે છતે એક દિવસ ધરણેન્દ્ર મહારાજા જિનેશ્વરને નમસ્કાર કરવા માટે આવ્યા. ૩૮૮.
૧૭. તે બન્નેને તેવા પ્રકારે પૂજા-સેવાના કાર્યમાં તત્પર જોઈને (ધરણેન્દ્ર) કહ્યું - હે મહાભાગ્યશાળીઓ ! ખરેખર આ સ્વામી નિર્મોહી છે. ૩૮૯.
ઉપદેશ સપ્તતિ ૫૦