________________
ઉપદેશ-૧૩૦
૧. દ્રવ્યથી પણ કરાયેલી જિનપૂજા પ્રાણીઓના શુભ ભવિષ્યને માટે થાય. મુનીન્દ્રોએ શ્રી નમિ અને વિનમિનું ઉત્તમ દૃષ્ટાંત અહીં કહેલું છે. ૩૭૨.
66
૧. અયોધ્યા નામની નગરી છે ત્યાં શ્રી વૃષભધ્વજ સ્વામી છે. જેના વડે આ લોક અને પરલોક સંબંધી વ્યવહાર પ્રવર્તાયો. ૩૭૩.
૨. ભરત વિગેરે શ્રેષ્ઠ બુદ્ધિવાળા પુત્રો થયા. સો શાખાઓ વડે તે સ્વામીનું કુટુંબ વધ્યું. ૩૭૪.
૩.
ત્ર્યાશી લાખ પૂર્વ પર્યંત સઘળી કલાઓને પ્રકાશિત કરીને રાજ્યનો વિભાગ કરીને પુત્રોને રાજ્ય આપીને પરિગ્રહનો ત્યાગ કરીને - ૩૭૫.
૪. ઈન્દ્ર મહારાજાએ કરેલ ઉત્સવની પરંપરાવાળા પરમાત્માએ ચૈત્ર વદી આઠમને દિવસે ચાર મુષ્ટિ લોચ કરતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ૩૭૬.
૫. ત્યાર પછી પ્રૌઢ કુલોમાં ઉત્પન્ન થયેલા કચ્છ - મહાકચ્છ વિગેરે ચાર હજારે તે પ્રભુની સાથે પ્રવજ્યા ગ્રહણ કરી. ૩૭૭.
૬. પરંતુ તેઓ પરમાત્માની જેમ ઘોર કષ્ટને સહન કરવા માટે અસમર્થ હતા. જટા રૂપે કરાયું છે મસ્તક જેનું એવા તે અનુક્રમે જટાને ધારણ કરનારા તાપસો
થયા. ૩૭૮.
૭. વેષને ધારણ કરનારાઓએ લજ્જા વડે ગંગા વિગેરે નદીઓના કિનારે સેવાલનું ભક્ષણ કરનારા એવા તેઓએ કાળને પસાર કર્યો. ૩૭૯.
૮. નાશ પામી ગયા છે દોષો જેમાંથી એવા, મૌનને ધારણ કરનારા, અચિત આહારની પ્રાપ્તિ નહીં થવાથી નિત્ય ઉપવાસિત એવા પરમાત્માએ પૃથ્વી પર વિહાર કર્યો. ૩૮૦.
ઉપદેશ સપ્તતિ
૪૯