________________
૧૦. જ્યાં જિનેશ્વર ભગવંતને (રત્ન) તિલકને અર્પણ કરવાથી દમયન્તી વડે કરેલ કાર્યના અનુરૂપ ફળ સ્વરૂપ (પોતાના) કપાળમાં ચળકતાં તિલકને પ્રાપ્ત કરાયું. તે અષ્ટાપદ પર્વત જય પામે છે. ૩૬૨. * ૧૧. જ્યાં દક્ષિણ-પશ્ચિમ વિગેરે ચારે દિશાઓમાં ચાર-આઠ દસ અને બે એમ જિનેશ્વરોને, મોક્ષને પામવાની ઈચ્છાવાળો બુદ્ધિશાળી સ્તુતિ કરે છે. તે અષ્ટાપદ પર્વત જય પામે છે.
આ અગ્યાર શ્લોક શ્રી તીર્થકલ્પમાં છે. ૩૬૩.
૮. એ પ્રમાણે ગિરિ (પર્વત) ના મહિમાને સાંભળીને ખુશ થયેલા રાવણે ત્યાં પત્નીની સાથે ગીત (સ્તવના) નૃત્યવિધિનો આરંભ કર્યો. ૩૬૪.
૯. ધરણેન્દ્ર સામે (હાજર) હોતે છતે પરમાત્માની આગળ પ્રીતિપૂર્વક મંદોદરીએ નૃત્ય અને રાવણે વીણાવાદન કર્યું. ૩૬પ. .
૧૦. હવે માણસોને પ્રીતિના સ્થાનભૂત નાટકમાં રસની વૃદ્ધિ થયે છતે પાપીઓની સંપત્તિની જેમ વણાનો તાર તૂટ્યો. ૩૭૩.
૧૧. રાવણે તે રસમાં ભંગ કરશે એમ જાણીને વિલંબ કર્યા વિના ભુજારૂપી ગુફામાંથી એક લાંબી નસ ખેંચી. ૩૬૭.
૧૨. તે સમયે જલ્દીથી તે નસને જોડીને વીણાને પહેલાની જેમ વગાડી, ત્યારે દેવોએ તેની (રાવણની) ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ૩૬૮.
૧૩. ત્યારે રાવણે અદ્ભુત એવું તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું (બાંધ્યું), જે કારણથી કલ્પવૃક્ષથી પણ અધિક જિનેશ્વર સંબંધી ભક્તિ શું ન આપે ? (અર્થાત્
બધું જ આપે.) ૩૬૯. . ૧૪. સંતુષ્ટ થયેલ ધરણે પણ પુણ્યવાન એવા તે રાવણને ત્રણ લોકમાં જયા
પમાડનારી અમોઘ વિજયા (નિશ્ચય વિજય પ્રાપ્ત કરાવનાર) શક્તિ આપી. (અમોઘ વિજયા શક્તિ નામનું શસ્ત્ર આપ્યું.) ૩૭૦.
૧૫.એ પ્રમાણે ત્યાં સ્નાત્ર-નૃત્ય વિગેરે ઉત્સવો વડે સર્વલોકો પોતાનો જન્મ સલ કરીને પોતપોતાના સ્થાને ગયા. તેથી જિનેન્દ્રો આ પ્રમાણે પૂજનીય છે. ૩૭૧. છે એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પ્રથમ અધિકારમાં બારમો ઉપદેશ છે. I
ઉપદેશ સપ્તતિ ૪૮