________________
૧. જ્યાં આઠ પગથિયા (પાજ) છે અને જ્યાં મુખ્ય આઠ કર્મરૂપ દોષોને દૂર કરનારા તથા સુવર્ણ સમાન કાંતિવાળા એવા ઋષભદેવ પરમાત્મા બિરાજમાન થયા, તે-અષ્ટાપદ ગિરીન્દ્ર જય પામે છે. ૩૫૩. * ૨. શ્રેષ્ઠ યતિ એવા બાહુબલી વિગેરે ઋષભદેવના નવ્વાણું પુત્રો જેના ઉપર નિર્વાણને પામ્યા. તે અષ્ટાપદ પર્વત જય પામે છે. ૩૫૪.
૩. જાણે સ્વામીના વિયોગથી ભય પામેલા હોય તેવા દશહજાર મુનિઓ પ્રભની સાથે જ્યાં નિર્વાણ યોગને પામ્યા. તે અષ્ટાપદ પર્વત જય પામે છે. ૩૫૫.
૪. જેની ઉપર ઈન્દ્ર મહારાજાએ (પ્રભુ, ગણધર, મુનિની) ત્રણ ચિતાના સ્થાને જાણે સાક્ષાત્ રત્નત્રય ન હોય એવા ત્રણ સ્તૂપ કરાવ્યા. તે અષ્ટાપદ પર્વત જય પામે છે. ૩૫ક.
૫. જેની ઉપર એક યોજન લાંબુ, અડધો યોજન પહોળું, ત્રણ કોશ ઉચું, દહેરાસર ભરત મહારાજાએ રચ્યું. તે અષ્ટાપદ પર્વત જય પામે છે. ૩૫૭.
૭. અહીં ભરત મહારાજાએ પોતપોતાની આકૃતિ, પ્રમાણ, વર્ણ અને લાંછનથી ઓળખાતા વર્તમાન જિનેશ્વરોના બિમ્બોને રચ્યા, તે અષ્ટાપદ પર્વત જય પામે છે. ૩૫૮.
* ૭: ભરત મહારાજા વડે મોહરૂપી સિંહને હણવા માટે જાણે આઠ પગ '(પર્વતપણે પાજ) વાળો અષ્ટાપદ પ્રાણી સર્જાયો (એક-એક યોજનવાળી એક-એક
પાજ એમ). આઠ યોજનવાળો જે અષ્ટાપદ શોભી ઉઠ્યો, તે અષ્ટાપદ પાજ પર્વત 'જય પામે છે. ૩૫૯.
૮. જેની ઉપર ભરત ચક્રવર્તી વિગેરે અનેક કરોડ મહાન ઋષિઓએ સિદ્ધિને સાધી. (અર્થાત્ મોક્ષ પામ્યા) તે અષ્ટાપદ પર્વત જય પામે છે. ૩૬૦.
૯. જાણે પોતાના અપરાધને ધોઈ નાખવા હંમેશાં ઉછાળતા મોજાઓ રૂપી હાથો દ્વારા ગંગાએ જૈન એવા જે પર્વતનો ચોતરફથી (ચારે બાજુથી) આશ્રય કર્યો છે તે અષ્ટાપદ પર્વત જય પામે છે. ૩૬૧.
ઉપદેશસતતિ ૪૭